Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આમોદના સિમરથા પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત…

Share

આમોદના સિમરથા પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત…

ભરૂચના આમોદ તાલુકાના સીમરથા ગામ નજીક ન્યુ દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે પર ગત મોડી રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાની પશ્ચિમ દિશામાંથી પસાર થતા નવનિર્મિત દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે પર આવેલા સીમરથા ગામ નજીક ટાટા ટેમ્પો.આઇસર. અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં આઈસર ટેમ્પાના ચાલાક તેમજ કંડકટરને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ટાટા ટેમ્પો ચાલક પોતાનું વાહન પુર ઝડપે ગફલત ભરી રીતે ચલાવતા અચાનક બ્રેક મારતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

સર્જાયેલા અકસ્માતમાં કિશન જાદવ તેમજ ઉમેશ યેગું રાઠોડ નામના યુવાનોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નવનિર્મિત દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે પણ થોડા દિવસો પહેલા કરજણ નજીક પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. નવનિર્મિત દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે પર પુરઝડપે દોડી રહેલા વાહનો પર ટ્રાફિક પોલીસ દ્વારા અંકુશ લાવવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. આમોદ પોલીસે નઅકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

અંકલેશ્વર ની ગજાનંદ સોસાયટી માં સુનિલ ભાઈ સોની ને ચાર થી પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા આંતરી રિવોલ્વર તથા ચપ્પુ ની અણીએ લુંટ વાનો પ્રયાસ કરાયો હતો

ProudOfGujarat

ભારતે રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 નું સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ, ચંદ્ર પર લહેરાયો તિરંગો

ProudOfGujarat

કલાકો સુધી વીજ ડુલ થતા હોસ્પીટલ નો વહીવટ ખોરવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!