ભરૂચ શહેરમાં ચોરીના ગુનાઓને અટકાવવા માટે એસોજી ની ટીમ સતત પ્રયત્નશીલ હોય ગતરાત્રિના બાતમીના આધારે એસઓજી ની ટીમ દ્વારા શહેરના જુદા જુદા ચાર સ્થળો પરથી 14 લાખથી વધુનો શંકાસ્પદ લોખંડનો ચોરાયેલ મુદ્દા માલ પોલીસે ઝડપી લઇ ચાર આરોપીઓને ચોરીના ગુના સબબ અટકાયત કરી છે.
ભરૂચ શહેરમાં શંકાસ્પદ જણાતા લોખંડના ભંગારનો જથ્થો એસ ઓ જી પોલીસે શહેરના જુદા જુદા સ્થળ પરથી ઝડપી પાડ્યો છે ગતરાત્રિના ભરૂચ એસોજીની ટીમ તથા સીટી ડિવિઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ જણાતા પીકઅપ ટેમ્પો મળી આવેલ ચાલક અમિતકુમાર શ્યામ બલી વર્મા ઉંમર વર્ષ 25 ધંધો ડ્રાઇવર રહેઠાણ પ્લોટ નંબર 133 ફેસ ટુ સફારી કન્સ્ટ્રક્શન ઓફિસની બાજુમાં લોખંડના ભંગાર ભરેલ ટ્રક લઈ જતો હોય તે સમયે પોલીસે ટેમ્પો નંબર જીજે 05 BT 8636 તલાસી લેતા બિલ વગર નો શંકાસ્પદ લોખંડનો જથ્થો ભરેલો હોય આથી પોલીસે તમામ શંકાસ્પદ મુદ્દા માલ સાથે અમિતકુમાર ને ઝડપી પાડ્યો છે.
તથા સી ડિવિઝન વિસ્તારમાં લોખંડનો આઇસર ટેમ્પો નંબર જીજે 16 x 6040 નો ડ્રાઇવર હસીન યાકુબ કરોડિયા ઉંમર વર્ષ 44 રહેઠાણ નૂરનગર ઉમરવાડા ગામ અંકલેશ્વર ભરૂચ ને પોલીસે ₹4,32,650 ના મુદ્દા માલ સાથે બિલ બાલ્ટી વગરના શંકાસ્પદ લોખંડ ના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
છોટાહાથી નંબર GJ 16 w 5718 માં બિલ બાલ્ટી વગરનો શંકાસ્પદ લોખંડનો ભંગાર 310 કિલોગ્રામ સાથે લાડુલાલ તેજમલજી કુંપાવત ઉંમર વર્ષ 36 રહેઠાણ હલદરવા પીપળા તાલુકો જીલ્લો ભરૂચ ને 310 કિલોગ્રામ લોખંડના ભંગાર સાથે કિંમત રૂ.10850 તેમજ છોટા હાથી સહિત કુલ કિંમત રૂપિયા 2, 10, 850 સાથે ઝડપી પાડ્યો છે, તેમ જ ભરૂચ શહેર સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બિલ બાલ્ટી વગરનો શંકાસ્પદ લોખંડનો ભંગાર પીકપ ગાડી નંબર GJ 16 AV 6391 ને 2290 કિલોગ્રામ લોખંડના ભંગાર કિંમત રૂ. 68, 700 તેમજ પીકપ ગાડી ની કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 5, 68, 700 ના મુદ્દા માલ સાથે આરોપી ચંદ્રશેખર માનસિંગ ઉંમર વર્ષ 34 રહેઠાણ જનતાનગર એસએનજીસી સામે ગડખોલ અંકલેશ્વર જિલ્લા ભરૂચ ને ઝડપી પાડ્યો છે.
અત્રે નોંધનીય છે કે ઉપરોક્ત તમામ ભંગાર બિલ કે અન્ય કોઈ આધાર પુરાવા બાબતે ટ્રક ડ્રાઇવરને પૂછતાછ કરતા તેઓ દ્વારા પોલીસને સંતોષકારક જવાબ ન મળતા તમામ મુદ્દામાલ ચોરીથી મેળવેલ હોવાની શંકાના આધારે પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઇ કુલ રૂ. 14, 36, 350 ના મુદ્દા માલ સાથે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે , આ તમામ આરોપીઓને પોલીસે સીઆરપીસી કલમ 102, 41(1) D મુજબ અટકાયત કરી છે.