Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડયો…

Share

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડયો…

ભરૂચ SOG પોલીસે ઝઘડિયા વિસ્તારમાંથી શંકાસ્પદ મોટર સાયકલ લઇને જઇ રહેલા એક ઇસમને ઝડપી પાડયો હતો. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે SOG પો.ઇન્સ.શ્રી એ.એ.ચૌધરી નાઓએ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ વાહન ચોરીના ગુના શોધી કાઢવા તથા એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. ટીમ ઝઘડીયા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એક શંકાસ્પદ મોટર સાયકલ નં- GJ-16-AN-3016 ચેક કરતા શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા ઇસમ ઇરફાન સુભાન શેખ રહે.ઝઘડિયા નાઓ પાસે ખરીદ બીલ કે આધાર પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહી આપતા મોટર સાયકલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનુ પોલીસને જણાઇ આવ્યું હતું. પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ મોટર સાયકલ કબ્જે કરી ઇરફાનની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની શ્રી મીન હાલમ ૪૧(૧) શ્રી મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પોલીસે કિ. રૂ. ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે…

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભાની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતીએ એકતા પ્રતિમાની મુલાકાત કરી.

ProudOfGujarat

ગોધરાના તીરઘર વાસ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દલિત સમાજ સાથે ચિંતન શિબિર યોજવામાં આવી

ProudOfGujarat

માંગરોળના શાહ નવાપરા ગામે પશુ નિદાન સારવાર કેમ્પ GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!