પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસવડા રાજેન્દ્ર ચુડાસમા ના સૂચના હતી કે જિલ્લામાં અને જિલ્લા બહાર થયેલ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા જણાવવામાં આવેલ જેના ભાગ રૂપે પેરોલ ફલા સ્કવોર્ડ ને બાતમી મળી હતી કે પ્રોહીબિશન ના કેસ ઓ માં નાસ્તો ફરતો કુખ્યાત બુટલેગર રાજુ ઉર્ફે રસોઈઓ તે રાજુભાઇ ધીરુભાઈ રાવલ નાઓ એ ડિવિઝન ની હદ માં ફરે છે તેને પકડી પાડી સી આર પી સી 41(1)આઈ મુજબ અટક કરી એ ડિવિજંન પોલીસ સ્ટેશન ને સુપ્રત કરી વધુ કાર્યવાહી કરવા પેરોલ ફલૌ સ્કવોર્ડ એ જણાવ્યું હતું
આ કુખ્યાત આરોપી ભરૂચ જિલ્લા તેમજ અન્ય જિલ્લા ઓ માં પણ પ્રોહીબિશન ના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.હાલ રાજુ રાવલ ભરૂચ જિલ્લા ,વડોદરા રૂરલ,અને હાલોલ ટાઉનના ગુના ઓ માં ફરાર હતો.લગ્નો અને ધાર્મિક પ્રસંગો માં રસોયાની ની કામગીરી કરતા કરતા દારૂ નો મોટો સપ્લાયર બની ગયેલો રાજુ રાવલ ખૂબ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે…કહેવાય છે કે જુગાર રમવાનો શોખીન બુટલેગર રાજુ ધીરે ધીરે પોલીસે ના સંપર્ક માં આવતા પોલીસ માટે ખબરી તરીકે નું પણ કામ કરતો હતો જેને લીધે કેટલાક પોલીસ વાળા તેના દારૂ ના ધંધા ના આંખ આડા કાન કરતા હતા તેવા પોલીસ કર્મીઓને બદલી કાઢી જિલ્લા પોલીસવડાએ પોલીસ બેડામાં સ્વછતા અભિયાન આરંભી દીધું ,
જુગાર અને દારૂની બદી ના સખત વિરોધી જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર ચુડાસમાની છેલ્લા બે થી ત્રણ માસ ની સ્વચ્છ અને સખત કામગીરી નિહાળતા સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં કથળી ગયેલ કાયદો અને વ્યવસ્થા ની કામગીરીને સુધારી ને જ રેહશે