અંદાડા ગામની સીમમાંથી ભરૂચ એસ ઓ જી પોલીસે ગાંજાની ખેતી કરતા એક ઇસમને ઝડપી પાડયો…
*”નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેંગ”* હેઠળ ભરૂચ એસઓજી પોલીસનો કાફલો અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા
દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી યુવાનોનું જીવન બરબાદ કરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભરૂચ એસ ઓ જી પોલીસે ભરૂચના અંકલેશ્વરના અંદાડા ગામની સીમમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર એક ઇસમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના ધનાભાઇ જેરામભાઇ આહીર લીલા સુકા ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે છાપો મારતા લીલા-સુકા ગાંજાના છોડ નંગ- પર કુલ વજન ૩૯.૬૫૦ કિ.ગ્રા. કિ.રૂ.૩,૯૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી ધનાભાઈ જેરામભાઇ આહીરના ખેતરમાંથી વનસ્પિતજન્ય લીલા-સુકા ગાંજાના છોડ નંગ-૫૨, કુલ વજન-૩૯.૬૫૦ કિ.ગ્રા.નો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે…