Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગૌવંશના મુખ્ય આરોપીની ધરપકડ કરવા ગયેલ પોલીસ પર હુમલો થતાં પોલીસ બેડામાં ભારે ચકચાર

Share

:ગૌવંશના મુખ્ય આરોપીની ધરપકડ કરવા ગયેલ પોલીસ પર હુમલો થતાં પોલીસ બેડામાં ભારે ચકચાર

ભરૂચ સહિતના આસપાસના વિસ્તારમાં ગુનાખોરી તેમજ ગુંડા આવારા તત્વો નો ખોફ વધતો જાય છે આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે ગોવંશના મુખ્ય આરોપી ને પોલીસ ધરપકડ કરવા ગયેલી તે સમયે હુમલાખોરો દ્વારા પોલીસ પર આંખમાં મરચાની ભૂકી નાખી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી સહિત પોલીસ ને અટકાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

Advertisement

જંબુસરમાં ગૌ વંશના આરોપી ને પોલીસ પકડવા ગઈ હતી તે સમયનો એક કિસ્સો ગુંડા અને આવારા તત્વો નો વધતો જતો ખોફ દર્શાવતો સામે આવ્યો છે વાત એમ છે કે ગૌવંશના ફરાર આરોપી ને આજે સવારે પોલીસ કાફલો ધરપકડ કરવા પહોંચ્યો હતો તે સમયે મુખ્ય આરોપી જાગીર ઈસ્માઈલ અહેમદ તથા તેમના બહેન ખાતું ઉર્ફે ખેરૂન ઈસ્માઈલ અહેમદ કુરેશી ની પોલીસે ધરપકડ કરવાની હોય આ સમયે ગૌ વંશના મુખ્ય આરોપી ની ધરપકડ કરવા પહોંચેલ પોલીસ ને પલટ વાર કરતા આરોપીઓ દ્વારા પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખી ધરપકડને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ધરપકડ અટકાવવા માટે પહોંચેલી પોલીસ ને વિવિધ રીતે અટકાવવા માટે પોલીસ પર હુમલો પણ કરાયો હતો અત્રે નોંધનીય છે કે તાજેતરમાં ભરૂચ સહિતના વિસ્તારોમાં ગુનાખોરી નું પ્રમાણ વધતું જાય છે તેવામાં પોલીસ પર થયેલ હુમલા તે ફલિત થાય છે કે આગામી સમયમાં આવારા તત્વો ને ડામવામાં નહીં આવે તો ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ પર થતા હુમલાઓ અટકાવવા તેમજ ગુનાખોરીને ડામવા માટે આજે પ્રકાશમાં આવેલ કિસ્સા બાદ પોલીસ વિભાગમાં પણ ભારે તરફ તરહની ચર્ચાઓ થવા લાગી છે ઉપરાંત ગૌવંશ જેવા ગુનામાં સંડોવાયેલ આરોપી ની પોલીસ ધરપકડ દરમિયાન પોલીસ પર ઉલટ વાર થયો હોય તે પણ પોલીસ બેડામાં મહત્વ નો કિસ્સો સાબિત થયો છે આથી પોલીસે પણ પોતાની સેફટી સાથે આ પ્રકારના આરોપીઓની ધરપકડ કરવી જોઈએ તેમ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે


Share

Related posts

નડિયાદની હરિપાક સોસાયટીમાં બંધ મકાનમાંથી તસ્કરો દાગીના લઈ ફરાર

ProudOfGujarat

જંબુસરના માર્ગ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

ગોધરા : કોરોનાની મહામારીમાં મદદે આવ્યા કોલેજનાં વિદ્યાર્થીઓ રકતદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!