Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાનોલી નજીક લૂંટ ચોરી નો ભેદ ઉકેલી 4 પર પ્રાંતીય શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

Share

અનેક ગુનાઓમાં સંડોવાયેલા મૂળ રાજસ્થાનની કંજર જાતિના લોકો રેલવે સ્ટેશન નજીક આસપાસના વિસ્તારમાં તથા હાઇવે પર ટ્રક ડ્રાઇવરને ઉભો રાખી ઢોર માર મારી લૂંટ કરી નાશી છૂટનાર પરપ્રાંતીય ગેંગના ચાર શખ્સોને ઝડપી લઇ એક ગુનાનો ભેદ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો છે.

બનાવની વિગત એવી છે કે ગત તારીખ 15- 5- 2024 ના રોજ રાત્રિના સમયે ફરિયાદી તથા ભોગ બનનાર ખરોડ પર સાયકલ લઈ જતા હતા તે દરમિયાન સુરતથી અંકલેશ્વર જતા ટ્રેક પર ભારત પેટ્રોલ પંપ નજીક રાજસ્થાન પાસીંગનો ટ્રક ઉભો હતો, ત્યાં ઉભા રહેતા ખુલ્લા ખેતરમાં કોઈ વ્યક્તિ સાથે મારામારી થવાની બૂમરણો નો અવાજ આવતા ફરિયાદી દ્વારા ખેતરમાં તપાસ કરતા અજાણ્યા શકશો ટ્રકના ડ્રાઇવરને લાકડી વડે માર મારતા હતા જેને છોડાવવા વચ્ચે પડતા ફરિયાદી સહિતના લોકોને કંજર ગેંગના માણસોએ મારામારી કરી ટ્રક ડ્રાઇવર પાસેથી રોકડ રકમ લઈ નાસી છૂટ્યા હોય,

Advertisement

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ભરૂચ LCB પોલીસે તાત્કાલિક એક્શનમાં આવતા બનાવ સ્થળે વિઝીટ કરતા સુરત અંકલેશ્વર તરફ જતા માર્ગ પર સરકારી તથા ખાનગી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવા અલગ અલગ ટીમ બનાવી ગુનો શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરવામાં આવતા ચોક્કસ બાતમી મળેલ કે પાનોલી નજીક હાઇવે પર થયેલ લૂંટમાં સંડોવાયેલ આરોપી કોસંબા જકાતનાકા પાસે ખુલ્લા પડાવમાં રહે છે, જે મુજબની ચોક્કસ બાતમી ના આધારે એલ.સી.બી. પી.આઈ. ટોરાણી સહિતની ટીમ કોસંબા તપાસ અર્થે ગયેલ હોય જ્યાં ખુલ્લા પડાવમાં ચાર શકમંદ શકસો (1) પપ્પુ કાલુ શેરૂ કંજર ઉંમર વર્ષ 35 હાલ રહેઠાણ કોસંબા, મૂળ રહેઠાણ બાનસેન કંજર બસ્તી જિલ્લો ચિત્તોડગઢ રાજસ્થાન (2) સત્તુ રતન મિસરીયા કંજર ઉંમર વર્ષ 23 મૂળ રહેઠાણ રાજસ્થાન (3) હીરુ સનંનુ સેતાલિયા કંજર ઉંમર વર્ષ 33 હાલ રહેઠાણ કોસંબા મૂળ ચિત્તોડગઢ રાજસ્થાન પ્રકાશ છોટુ શેરું કંજર ઉંમર વર્ષ 45 હાલ રહેઠાણ કોસંબા મૂળ રહેઠાણ અરજીયા જીલ્લો ભીલવાડા રાજસ્થાન પરપ્રાંતીય શકશો ને એલસીબી પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હોય, તમામ શખ્સોની ઊંડાણપૂર્વકની અને પરિણામ લક્ષી પૂછતાછ કરવામાં આવતા ચારેય શકશો પાનોલી હાઇવે પર લૂંટના ઇરાદે આવેલ હોય અને તે રાત્રિના ટેમ્પો ચાલક વોશરૂમ ગયો હોય ત્યારે તેને ખુલ્લા ખેતરમાં ખેંચી જઈ માર મારી રોકડ રકમ તથા મોબાઇલની લૂંટ કરી હતી આ પ્રકારના ગંભીર ગુનાઓનો આ વિસ્તારમાં અવારનવાર અંજામ આપી ચૂક્યા હોવાની પોલીસ પૂછતાછ દરમિયાન કબુલાત આપી હતી. તેમજ પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા 26,600 અલગ અલગ કંપનીના 18 જેટલા મોબાઈલ ફોન કિંમત રૂપિયા 39,000 સહિત કુલ રૂપિયા 65000 નો મુદ્દા માલ પોલીસે કબજે કરી વણ શોધાયેલ ચોરીના ગુના નો ભેદ ઉકેલ્યો હતો તથા વોન્ટેડ આરોપી રામલાલ રાજેશ શેતાનિયા કંજર હાલ રહેઠાણ કોસંબા મૂળ ચિત્તોડગઢ રાજસ્થાન એ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

દેશમાં પ્રથમ વખત ડ્રોનથી ટપાલની 47 કિમી દૂર ડિલિવરી કરાઇ.

ProudOfGujarat

નડીયાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન-સપ્તાહ” ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચનાં કંથારીયા ગામે દારૂનો ધંધો કરતી બુટલેગર મહિલાઓએ આવેદનપત્ર આપનાર યુવાન પર હુમલો કરી માર મારતાં તાલુકા પોલીસ મથકમાં 6 મહિલા બુટલેગર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!