Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થીઓને બ્યુટી પાર્લર, સીવણ અને મેહંદીની કીટ વિતરણ કરી તાલીમાર્થીઓને આત્મ નિર્ભર બનાવ્યા..

Share

ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
તાલીમાર્થીઓને બ્યુટી પાર્લર, સીવણ અને મેહંદીની કીટ વિતરણ કરી તાલીમાર્થીઓને આત્મ નિર્ભર બનાવ્યા..

સેવાભાવી સંસ્થાએ 85 મહિલાઓને આત્મનિર્ભર કરી પ્રધાનમંત્રીની પહેલને સાર્થક કરી….

Advertisement

ભરૂચ

ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે અને જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ સાથે મહિલાઓને આત્મનિભર બનાવવાના સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. આવો જ એક સંકલ્પ કે આજની મહિલાઓ પગભર બને આત્મ નિર્ભર બને તેવા સંકલ્પ સાથે 85 મહિલાઓને આત્મ નિર્ભય બનાવવા માટેના પ્રયત્નો સાથે પ્રમાણપત્રો અને કીટ એનાયત કરાઈ હતી

એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મ નિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે અને આવો જ એક સંકલ્પ ભરુચની સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે જેમાં આજની યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે છે તેવા સંકલ્પ સાથે જન હિતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મેહંદીની તાલીમ આપવામાં આવી હતી તાલીમાર્થી ૮૫ જેટલી તાલીમાર્થીઓને કીટ વિતરણ પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કોલેજ રોડ ઉપર આવેલ સેવન એક્ષ કોમ્પ્લેક્સના ભરૂચ ડીસ્ટ્રિકટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મેહંદીની તાલીમાર્થી ૮૫થી વધુ તાલીમાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નાયબ દંડક અને ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે તાલીમાર્થીઓને કીટ એનાયત કરવામાં આવી હતી.

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવા સાથે આજની યુવા પેઢીનું ભવિષ્ય બનાવવાના સંકલ્પ સાથે ઇન્ટરનશીપ કરનાર પ્રફુલ ગોરી અને કોમલ ભાનુશાલીનાઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને તાલીમાર્થીઓ તેમના કાર્યોમાં અને જીવનમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભવોએ પાઠવી હતી

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉપ પ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામી માનેએ અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. કીટ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ લાભ લીધો હતો. અને સંસ્થાની કામગીરી પણ તાલીમાર્થી હોય બિરદાવી હતી


Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક અકસ્માતમાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

મધ્યપ્રદેશ ભોપાલનાં મુનિ વશિષ્ઠએ ઓમકારેશ્વરથી સાષ્ટાંગ દંડવત સાથે નર્મદા પરિક્રમા કરતા નેત્રંગ ખાતે આવતાં નગરજનોએ તેમનું સ્વાગત કર્યું.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં ચંદેરીયા ગામ ખાતે BTP દ્વારા ચાઇનાનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!