અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર માંથી કોપરની ચોરી કરતી રાવત ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ
*અગાઉ 27 થી વધુ જગ્યા ઉપર કોપર ચોરી કરનાર ગેંગને ઝડપી લેતી એ ડિવિઝન અંકલેશ્વર પોલીસ*
અંકલેશ્વરમાં ચોરી ને લગતા ભણશોધાલ ગુનાઓ શોધી કાઢવા એ ડિવિઝન પોલીસ તપાસમાં હતી તે દરમિયાન બાદમીના આધારે જૂના દિવાન ગામથી અંકલેશ્વર તરફ કેટલાક શખ્સો કોપર ચોરી કરનાર જનાર હોય તે બાતમીના આધારે રાવત ગેંગના ચાર શખ્સોને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ચોરી તથા મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા માટે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી , તે દરમિયાન બાતમી મળેલ કે એક સિલ્વર કલરની મહિન્દ્રા UTV ફોર વ્હીલર ગાડીમાં કેટલાક શખ્સો જુના દીવાન ગામથી કોપરની ચોરી કરી અંકલેશ્વર તરફ જતા હોય, આ ચોક્કસ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ભરૂચ નાકા પાસે છૂટા છવાયા વોચ તપાસમાં હતા. તે સમયે બાતમી તથા વર્ણન વાળી TUV ફોરવીલર ગાડી જુના દીવાનગામ થી અંકલેશ્વર તરફ આવતા એ ડિવિઝન પોલીસે આ ફોરવીલર ગાડી ને ચારે તરફથી કોર્ડન કરી રોકી લઇ જે ગાડીમાં બેઠેલા ચાર શખ્સો (1) જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત ઉંમર વર્ષ 21, (2) જીવરાજસિંહ જગદીશસિંહ રાવત ઉંમર વર્ષ 24, (3) મેનેજરસિંગ સીતારામ સીંગ રાવત ઉંમર વર્ષ 23, (4) કરણસિંહ કપૂરસિંહ રાવત ઉંમર વર્ષ 21 ઉપરોક્ત તમામ આરોપીઓ રહે. મકાન નંબર 601 દર્શન સોસાયટી , તરસાલી ચોકડી પાસે, પલ્સ સોસાયટી , નજીક વડોદરા, તાલુકો જીલ્લો વડોદરા મૂળ રહેઠાણ કહાનપુરા , બિજયનગર, દેડ પુરા થાના મસૂદા જિ. બ્યાવર (રાજસ્થાન) ને પોલીસે ગાડી કોર્ડન કરી ઝડપી લઇ ગાડીની તલાસી લેતા ગાડીની પાછળની ડેકીમાંથી બે મીણિયા કોથળાઓમાં કોપર કોયલના ગૂંચળા મળી આવ્યા હોય, આ કોપરના ગુચડાઓ વિશે પૂછતાછ કરતા તમામ ચારેય શકશો ગલ્લા તલ્લાં કરવા લાગ્યા કોઈ પણ સંતોષકારક જવાબ પોલીસને ન મળતા જેથી યુક્તિ પ્રયુક્તિ થી પોલીસે આકરી ઢબે ચારેય શખ્સોની પૂછતાછ કરતા ડી.પીઓ તોડી કોપર કોયલના ગુચડા એકત્ર કરી અગાઉ 27 સ્થળો પરથી આ પ્રકારની ચોરી કર્યાની કબુલાત એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપીઓએ આપી હતી, આથી એ ડિવિઝન અંકલેશ્વર પોલીસે કોપર કોઈના ગુચડા નંગ 18 70 kg વજન કિંમત ₹35,000 UTV ફોરવીલર ગાડી, રજીસ્ટર નંબર GJ – 32 B 6700 કિંમત રૂપિયા 3, 00,000 લાખ, જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા 15,000 જુદા જુદા પાના પકડ મળી કુલ રૂપિયા ₹ 3,50,750-/ નો મુદ્દા માલ પોલીસે જપ્ત કરી ચારે આરોપી ને ઝડપી પાડ્યા છે અત્રે નોંધનીય છે કે આ અગાઉ પણ રાવત ગેંગનાઓ વોન્ટેડ આરોપી જીવરાજસિંગ દ્વારા 27 થી વધુ જગ્યા ઉપર કોપર ચોરી ના ગુનામાં સંડોવાયેલ હોય પોલીસે તમામ આરોપીઓને જેલ હવાલે કરી ચોરીના ગુના નો ભેદ ઉકેલ્યો છે, આ અંગે વધુ તપાસ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.