ભરૂચ જિલ્લામાં ગેરકાયદે પશુઓની હેરાફેરી પર અંકુશ લાવવા માટે પોલીસ આ પ્રકારના ગુનાઓને શોધી કાઢવા માટે સતત વોચમાં હતી તે દરમિયાન બાતમીના આધારે સોડગામની સીમમાંથી ગેરકાયદે હેરાફેરી કરતા 10 પશુઓને વાલીયા પોલીસે ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી થતી હોય જેના પર પોલીસ સતત વોચ હોય આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી પશુઓની હેરાફેરી પર વોચમાં હતા, તે દરમિયાન બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે સોડગામની સીમમાં મહેન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાં વાછરડા – વાછરડી ભરી કતલખાને લઈ જવામાં આવનાર છે , આથી વાલીયા પોલીસની ટીમ દ્વારા સોડગામની સીમમાં ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા મહેન્દ્રા કંપનીની બોલેરો મેક્સ પીકઅપ ગાડી નં. RJ 04 GB 1685 મળી આવેલ જે ગાડીમાં તપાસ કરતા મૂંગા પશુઓ કાળા તથા રાતા રંગના વાછરડા ખીચો ખીચ ભરી દોરડા વડે બાંધી ગાડીના ફાડકા સાથે સ્પેશિયલ હુંક બનાવી વાછરડાને ક્રૂરતાપૂર્વક ગળાના ભાગે તેમજ પગના ભાગે બાંધવામાં આવેલ હોય , આ તમામ કામગીરી દરમિયાન મહેન્દ્રા ગાડી નો ચાલક બનાવ સ્થળ પરથી પોલીસ પકડે તે પહેલાં જ નજર ચુકવી ફરાર થઈ ગયેલ હોય, આથી પોલીસે મહેન્દ્ર કંપનીની ગાડી વાછરડા વાછરડી નંગ 10 મળી કુલ પશુઓની કિંમત રૂપિયા 25,000 ગાડી ની કિંમત રૂપિયા ₹2 લાખ મળી કુલ મુદ્દા માલ ₹2,25,000-/ કબજે કરી આખરે મૂંગા પશુઓને કયા કારણોસર કતલખાને લઈ જવામાં આવનાર હતા? તથા ફરાર આરોપી ની શોધખોળ વાલીયા પોલીસ ચલાવી રહી છે.