Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

લાંચ ભારે પડી -1,25 લાખ ની લાંચ લેતા ભરૂચ નાં નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ ઝડપાયો

Share

લાંચ ભારે પડી -1,25 લાખ ની લાંચ લેતા ભરૂચ નાં નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ ઝડપાયો

ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આવેલી નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક રૂ.1.25 લાખની લાંચ લેતા સુરત એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ મામલે એસીબી ટીમે પંચોની રૂબરૂ પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ કામનાં ફરીયાદીએ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનનાં નકશા મંજુર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પ્રફોર્મા મુજબ અરજી કરી હતી. જે અરજીમાં આક્ષેપિતે ક્વેરી કાઢવામાં આવી હોય ક્વેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવાના માટે રૂ.1,25,000 ની માંગણી મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી,ભરૂચ, વર્ગ-૨ના અધિકારી જીગર જગદીશચંદ્ર પટેલે ફરીયાદી પાસે કરી હતી.

જાગૃત નાગરિકે આ અંગેની જાણ સુરત એસીબી ટીમને કરી હતી.જેથી સુરત એંસીબી ટીમના પીઆઈ આર.કે.સોલંકીએ આજ રોજ ભરૂચની મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.જેમાં આ કામના આરોપી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વિકારતા તેમની ચેમ્બરમાં એસીબીના રંગે હાથે ઝડપાઈ જતા તેમના હોશ ઉડી ગયા હતા.ટીમે તેમના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે. ભરૂચમાં એસીબીની સફળ ટ્રેપના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

ભરૂચ : મારામારી પ્રકરણમાં ઇજાગ્રસ્ત વકીલનું દસ દિવસ બાદ મોત થતા ચાર આરોપીઓને ઝડપી પાડતી પોલીસ…

ProudOfGujarat

મોબાઈલ ચોરીના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

ઓરવાડા ગામે હિન્દુયુવા વાહીની સંસ્થા દ્રારા સંમેલન યોજાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!