Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંડવા ગામમાં ભાથીજી મંદિર પાસેથી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

Share

માંડવા ગામમાં ભાથીજી મંદિર પાસેથી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ભાથીજી મંદિર પાસે કેટલાક શખ્સો ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા હોય આ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમી વાળી જગ્યા માંડવા ગામમાં ભાથીજી મંદિર સામે આવેલ વડના ઝાડ નીચેની ખુલ્લી જગ્યા માં તપાસ કરતા 6 આરોપીઓ (1)પ્રવીણ ઉર્ફે પવો નટવરભાઈ વસાવા ઉમર વર્ષ 35, (2)સંજય બાબુ વસાવા ઉમર વર્ષ 29, (3)મહેશ ઉર્ફે મસો શંકર વસાવા ઉમર વર્ષ 23(4) કેતન બુધાભાઈ વસાવા 23 , (5)અનિલ ગંભીર વસાવા ઉમર વર્ષ 23, (6) હિમાંશુ વસંત વસાવા ઉપરોક્ત તમામ આરોપીઓ રહે. માંડવી, આહીર ફળિયુ ,તા. અંકલેશ્વર જી. ભરૂચને પોલીસે જાહેરમાં ભાથીજી મંદિર પાસે પત્તા પાના વડે જુગાર રમતા હોય તમામને પોલીસે ઝડપી લઇ અંગ જડતી ની રોકડ રકમ રૂ. 9,250 દાવ ઉપરની રકમ રૂ. 2050 મોબાઈલ નંગ ચાર કિંમત રૂ. 20,000 જુગારના સાધનો સહિત કુલ રૂપિયા 31,300 ના મુદ્દા માલ સાથે છ આરોપીઓને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યા છે આ કેસમાં વધુ તપાસ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

રશિયા – યુક્રેન વચ્ચે તંગદિલી સર્જાતા જામનગરના ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા.

ProudOfGujarat

પંચમહાલ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

ProudOfGujarat

જામનગરમાં હોમગાર્ડઝ કમાન્ડર દ્વારા યુનિફોર્મના દુરુપયોગ બદલ ત્રણ હોમગાર્ડઝ જવાનને સસ્પેન્ડ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!