શિનોર તાલુકામાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદથી કપાસના પાકને ભારે નુક્સાન, ધરતીપુત્રોને માથે હાથ દેવાનો વારો આવ્યો…
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બે દિવસ ભારે પવન સાથે ખાબકેલા વરસાદને પગલે કપાસના પાકને ભારે નુક્સાન થતા ધરતીપુત્રોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકો ખેતી પર નિર્ભર છે. મોટાભાગના ધરતીપુત્રો ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. ચાલુ વર્ષે ખેડૂતોએ આંબાના વાડિયા કરી કેરી તથા કપાસની ખેતી કરી હતી. ગત વર્ષ કરતા આ વર્ષે ચૈતર મહિનાની શરૂઆતમા જ અસહ્ય તાપ તડકાને લઈ આંબા પર લાગેલ મરવા મોટા પ્રમાણમાં ખરી પડ્યાં હતાં. તેવામાં કમોસમી વરસાદનો પગલે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. આ વર્ષે અસહ્ય ગરમીની શરૂવાત સાથે સાથે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. કુદરતી માર સામે ખેડૂતો પણ લાચાર બન્યા છે ઉત્પાદન ઓછું તેમાંય કમોસમી વરસાદ ને લઇ ખેડૂતો ને મોટું નુકસાન થવા પામ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
વડોદરાના શિનોર તાલુકામાં અંદાજિત 500 એકર જમીનમાં આંબા વાડિયા કરતા ખેડૂતો છે જ્યારે 1500 એકર થી વધુ જમીનમાં ખેડૂતો કપાસ પકવતા હોય છે. આંબા વાડિયામાં કેશર, લંગડો, બદામ, રાજાપુરી, તોતાપૂરી કેરી સહિતના આંબા પરથી મરવા મોટા પ્રમાણમાં ખરી જવા પામ્યા છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા આંબા પરથી મોટી સંખ્યામાં કેરી ગળી જતા ખેડૂતો લાચાર બનવા પામ્યા છે. તો બીજી તરફ કપાસના છોડ પર ફાટેલો કપાસ ખરાબ થયો છે. વરસાદી પાણીએ કપાસના છોડ પર જિંડવા પર ફાટેલા કપાસને પણ નુક્સાન થવા પામ્યું છે. કપાસ ના છોડ પરના જીંડવા પર ફાટેલો કપાસ કમોસમી વરસાદી પાણી ને લઈ લબડી પડ્યો છે. કમોસમી વરસાદે આંબા વાડિયાને નુક્સાન થવા પામ્યું છે…
:- યાકુબ પટેલ.. કરજણ…