ભરૂચ શહેર બુસા સોસાયટીમાં હોળી-ધુળેટી તહેવાર સમયે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો…
ભરૂચ શહેર બુસા સોસાયટીમાં હોળી ધુળેટી પર્વ સમયે ઘરફોડ ચોરી થઈ હતી. જે ચોરીના ગુનાનો ભેદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપી અલ્કેશ ગણાવાનાઓ તથા તેના મળતીયા માણસો દ્વારા આ ચોરી કરવામાં આવી છે. ચોરીમાં સંડોવાયેલો ઇસમ ભરૂચ રેલ્વે સ્ટેશનથી ગોદી રોડ પાસે હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોદી રોડ ખાતેથી ઝડપી પાડયો હતો. ભરુચની બુસા સોસાયટી ખાતે થયેલ ઘરફોડ ચોરી બાબતે ઉડાણ પુર્વક તેમજ યુક્તિ પ્રયુક્તિથી સખત પુછ-પરછ કરતા ઇસમ ભાગી પડ્યો હતો અને સદર ગુનો તેણે તેના ગામના બીજા ત્રણ ઇસમો દ્વારા કરેલ હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચારમાંથી બે ઇસમને ભરૂચ તથા બીજા બે ઇસમોને દાહોદ જીલ્લા ખાતેથી એમ કુલ ચાર આરોપીઓને પોલીસે ૭૦,૩૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે…