ભારત દેશના કરોડો રૂપિયા લઇ ભાગી જનાર બેન્ક કૌભાંડી મેહુલ ચોકસીનો કેશ લડી અને તેઓના એકાઉન્ટમાં મેહુલ ચોકસી દ્વારા નાણાં જમા કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. જેને લઈ હાલ સમગ્ર ભારત દેશભરમાં ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ભાજપાએ ભ્રષ્ટાટચાર અને કાળા નાંણા પરત લાવવાની ગુલબાંગો હાંકી સત્તા મેળવી છે ત્યારે આવા વ્યક્તિઓ સાથે અરુણ જેટલીના સગાઓનો સીધો સબંધ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે આજરોજ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાણાં મંત્રી અરુણ જેટલી રાજીનામું આપે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા પૂતળા દહન તેમજ પોસ્ટર સળગાવવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.