પીરાણા ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડવના વિરોધમાં કરજણ એસ ડી એમ અને શિનોરમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી…
પીરાણા ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી દેતા તેઓના વંશજોના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ઉપરોક્ત કૃત્યના વિરોધમાં કરજણ અને શિનોરમાં સંબધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પીરાણા ઇમામ શાહના વંશજો દ્વારા આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
ઉપરોક્ત કૃત્યમાં કથિત ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ, જનાર્દન મહારાજ ફેંઝપુરવાળા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી એમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચણવાનું ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
દરગાહની 14 કબરો પુનઃ સ્થાપિત કરવા તેમજ હર્ષદ પટેલ, પીન્ટુ પટેલ, જનાર્દન મહારાજ ગંગારામને જેલ ભેગા કરવા માંગ કરી છે. ટેમ્પ્લેટ સાથે પીર ઇમામશાહ બાવાના વંશજોએ આવેદનપત્ર પાઠવ્યું હતું…
:- યાકુબ પટેલ..કરજણ…