Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાલેજ – વલણ માર્ગ પર અકસ્માતમાં એક યુવકનું મોત…

Share

પાલેજ – વલણ માર્ગ પર અકસ્માતમાં એક યુવકનું મોત…

પાલેજ :- ભરૂચના પાલેજ – વલણ માર્ગ પર બાઇક સવાર યુવાનોને અકસ્માત નડતા એક યુવકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ થતા વડોદરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજુ વસાવા જેનું સરનામું જાણવા મળ્યું નથી અને અન્ય એક યુવક અક્ષય વસાવા રહે. હલદરવા તા. કરજણનાઓ વલણ તરફથી પાલેજ તરફ આવી રહ્યા હતા. ત્યારે પાલેજ રેલવે નજીક તેઓની બાઇક રોડની બાજુમા રેલવે વિભાગના પડેલ સિમેન્ટના મોટા બ્લોક સાથે અથડાવાથી બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેઓને સારવાર અર્થે વલણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત અક્ષય વસાવાનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે રાજુ વસાવાને વલણ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે…

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

નડિયાદ પશ્ચિમમાં રખડતાં ઢોરે મહિલાને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચ : નાગોરીવાડ વિસ્તારનાં રહીશો નર્કાગાર સમાન વિસ્તારમાં કરે છે વસવાટ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાનીની નિમણુક કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!