અંકલેશ્વરવાસીઓ માટે રાહત, મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે કરાયો ચાલુ
અંકલેશ્વર ખાતે છેલ્લા એક વર્ષ થી મહાવીર ટર્નીંગ અને રાજપીપળા ચોકડી ને શહેરી વિસ્તાર સાથે જોડતો ONGC બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો, બ્રિજ બંધ થતા અંકલેશ્વર શહેરી વિસ્તાર અને જીઆઈડીસી વિસ્તાર તરફ અવર જ્વર કરવા માટે વાહન ચાલકો ને લાંબુ અંતર કાપવું પડતું હતું,
બ્રિજ ની કામગીરી એક વર્ષ સુધી મંડ ગતિ એ ચાલતા આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ નો વાહન ચાલકો સામનો કરતા હતા,પરંતુ આજ રોજ સમારકામ પૂર્ણ થતા જ બ્રિજ ને વાહન ચાલકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યો છૅ,
બ્રિજ ખુલ્લું મુકતા જ વાહન ચાલકો એ પણ રાહત અનુભવી હતી કારણ કે સતત એક વર્ષ જેટલાં સમય ગાળા દરમ્યાન પીરામણ ગામ તેમજ ટી બ્રિજ નો લાંબો ફેરો મારી વાહન ચાલકો અંકલેશ્વર હાઇવે અને જીઆઈડીસી વિસ્તાર તરફ પોતામાં કામ અર્થે આવતા હતા ત્યારે બ્રિજ રાબેતા મુજબ ખુલ્લું રહેતા લોકો ને મોટી રાહત થઈ છૅ