ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત એસવીએમ શાળા હાયર સેકન્ડરી અને સેકન્ડરી ગુજરાત એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે.
ધોરણ 10 અને 12 માં વિદ્યાર્થીઓએ 90% પર્સન્ટાઈલ રેન્ક સાથે શાળા પરિવારને ઝળહળથી સિદ્ધિ અપાવતા ડાયરેક્ટર સહિતનાઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
માર્ચ 2024 માં શ્રીસદ વિદ્યામંડળ સંચાલિત એસવીએમ શાળાનું બોર્ડનું ધોરણ 10 અને 12 માં શાળાનું 100% ટકા પરિણામ આવતા આચાર્યશ્રી, વિદ્યાર્થીઓ, શિક્ષક ગણમાં હર્ષની લાગણી જોવા મળી હતી , ધોરણ 12 હાયર સેકન્ડરી માં કુમારી શકીના અંકલેશ્વર્યા એ 99.41 પર્સન્ટાઈલ રેન્ક સાથે જવલંત સફળતા મેળવી છે, ધોરણ 10 માં હિતાંશ અગનેજીયા એ 98.90 પર્સન્ટાઈલ રેન્ક સાથે શાળામાં પ્રથમ ક્રમાંક કે રહ્યા છે, ઉપરાંત સદવિદ્યા મંડળ સંચાલિત એસવીએમ શાળાના દરેક વિદ્યાર્થીએ 90 % થી વધુ પર્સન્ટાઈલ રેન્ક મેળવી શાળા પરિવારને ઝળહળતી સિદ્ધિ અપાવી છે, આ તકે એસવીએમ ના ડાયરેક્ટર શ્રી દેવાંગ ઠાકોર તથા શિક્ષક ગણ દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ મોમેન્ટો અર્પણ કરી સરાહવામાં આવ્યા હતા.