Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ નાં ઝાડેશ્વર રોડ પરની સોસાયટીઓમાં ટાબરિયા ટોળકી નો આતંક, એસી નાં કોપર નાં પાઇપો તોડતા કેમેરા માં થયા કેદ

Share

ભરૂચ નાં ઝાડેશ્વર રોડ પરની સોસાયટીઓમાં ટાબરિયા ટોળકી નો આતંક, એસી નાં કોપર નાં પાઇપો તોડતા કેમેરા માં થયા કેદ

ભરૂચ શહેર નાં પૂર્વ વિસ્તારમાં ઝાડેશ્વર રોડ પર આવેલ અનેક સોસાયટી વિસ્તાર અને શોપિંગ સેન્ટરો માં આજકાલ ટાબરિયા ટોળકી નો આતંક વધ્યો હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છૅ, નાના ટાબરીયા રાત્રીના અંધારા માં આ વિસ્તારો ફરી એસી નાં કોપર નાં પાઇપો સહિત ની વસ્તુઓ ચોરી કરી પલાયન થઈ રહ્યા છૅ,
આ વિસ્તાર માં છેલ્લા કેટલાક સમય થી રાત્રીના અંધારા નો લાભ લઇ ફરતી આ ટાબરિયા ટોળકી ની કરતુતો અનેક દુકાનો અને મકાન નાં કેમેરાઓ માં કેદ થવા પામી ચુકી છૅ,મામલે સ્થાનિક સી ડિવિઝન માં પણ લોકોએ આ ટોળકી નાં આતંક અંગેની જાણ કરી છૅ, છતાં આ ટોળકી હજુ સુધી પોલીસ પકડ થી દુર હોવાનું કહેવાય રહ્યું છૅ,

Advertisement

મુખ્ય માર્ગો ને અડીને આવેલી સોસાયટી અને શોપિંગ સેન્ટરો માં આ ટોળકી એ તરખાટ મચાવી પોલીસ ની નાઈટ પેટ્રોલિંગ નાં પણ ધજાગરા ઉડાવ્યા છૅ તો બીજી તરફ ક્રાઇમ બ્રાંચ જેવી ટિમો સામે પણ આ ટોળકી એ પડકાર ફેંક્યો છૅ,

આખરે ટાબરિયા ટોળકી પાછળ શું કોઇ નો હાથ છૅ..? આખરે આ પ્રકારે નાના બાળકો ની આટલી હિંમત કંઈ રીતે થઈ શકે છૅ, શું કોઇ આ ટાબરિયા ટોળકી ને હેન્ડલ કરી આ કારનામા પાર પાડી રહ્યું છૅ,? જો બાળકો ઝડપાય તો દયા નાં ભાગ રૂપે છૂટી જાયઃ તેવા બદ ઈરાદા થકી આ પ્રકાર ની ઘટનાઓ ને અંજામ અપાય રહ્યો છૅ, તેવી અનેક બાબતો આ ટોળકી ઝડપાય બાદ તેઓ પાસેની તપાસ માં સામે આવી શકે તેમ છૅ,


Share

Related posts

આગામી વર્ષથી યુનિવર્સિટીઓમાં ચાર વર્ષનો યુજી ડિગ્રી કોર્સ લાગુ કરાશે.

ProudOfGujarat

ઓક્સિજનની કમીથી કોઈ મોત નહીં વિવાદ બાદ કેન્દ્રએ રાજ્યો પાસે ફરી માંગ્યા આંકડા

ProudOfGujarat

રાજપારડી નજીક બે અલગ-અલગ અકસ્માતમાં પોલીસ કર્મી સહિત બેને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!