Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા, એકનો બચાવ સાતની શોધખોળ હાથ ધરાઇ…

Share

સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા, એકનો બચાવ સાતની શોધખોળ હાથ ધરાઇ…

વડોદરા જિલ્લાના પોઇચા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સુરતના સાત પ્રવાસીઓ સ્નાન કરવા માટે આવ્યા હતા. સ્નાન કરવા ગયેલા આઠેય પ્રવાસીઓ નદીના પાણીના પ્રવાહમાં લાપતા બનતા ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઇચા ખાતે આવ્યા હતા. પોઇચામાં ફરી નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ આઠ પ્રવાસીઓ ડૂબી ગયા હતા. ડૂબી રહેલા પ્રવાસીઓની બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ ડૂબી રહેલા પ્રવાસીઓને બચાવવા પાણીમાં કૂદ્યા હતા. પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો ડૂબ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક યુવાનને સ્થાનિકોએ ડૂબતા આબાદ બચાવ્યો હતો જ્યારે હજુ સાત લાપતા પ્રવાસીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોચ્યા શોધખોળ હાથ ધરી હોવાની માહિતી મળી છે…

Advertisement

Share

Related posts

વડોદરાના અટલાદરા તળાવ પાછળ રૂ.85.55 લાખનો ખર્ચ કરવા છતાં તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ઓલિમ્પિકમાં સામેલ થઇ શકે છે ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતી કરી રહી છે સમીક્ષા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!