ભરૂચ જિલ્લા માં પવન ફૂંકાયા,ગાજ વીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો, અનેક સ્થળે વૃક્ષ ધરાસાઈ તો કેટલાક હોડિંગ્સ અને કાંચ તૂટી પડતા દોડધામ
નેત્રંગ અને વાલિયા પંથક માં અંદાજીત 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો
ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી આપી છે.ભરૂચ જિલ્લામાં 13 મી મે 2024ના રોજ સાંજના સમયે વાતાવરણ આચનક પલ્ટા સાથે મીની વાવાઝોડા અને ગાજ વીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેમાં ભારે પવનની અસરથી જિલ્લા અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાસાઈ થવા તેમજ હોડીગ્સ તૂટવા, વિનપોલ પડવા જેવા બનાવો બન્યા હતા,
મોડી સાંજ નાં સમયે સતત એક કલાક સુધી ફૂંકાયેલ ભારે પવન નાં કારણે અનેક વિસ્તારમાં વીજ કાપ મુકવામાં આવ્યો હતો, તો બીજી તરફ જાહેર માર્ગો ઉપર જ ઊડતી ધૂળ ની ડમરી ઓના કારણે વાહન ચાલકો પણ અટવાયેલા નજરે પડ્યા હતા,
ભરૂચ શહેર માં પણ અનેકો વિસ્તારમાં રસ્તા વચ્ચે વૃક્ષ પડવાના કારણે વાહન વ્યહવાર ઉપર તેની અસર જોવા મળી હતી જોકે નગર પાલિકા ફાયર વિભાગ નાં કર્મીઓએ સતત અલગ અલગ વિસ્તારમાં દોડી જઈ રસ્તા વચ્ચે રહેલા વૃક્ષ ને કાપી તેને હટાવ્યા હતા,
ભરૂચ જીલ્લા નાં નેશનલ હાઇવે વિસ્તારમાં પણ મીની વાવાઝોડા ની અસર જોવા મળી હતી જ્યાં પાલેજ નજીક એક હોટલ નો કેટલોક ભાગ તૂટી પડતા ચાર થી પાંચ જેટલાં વાહનો દબાયા હતા,જેને પગલે એક સમયે દોડધામ મચી જવા પામી હતી, તો બીજી તરફ ભરૂચ શહેર નાં મહંમદ પુરા વિસ્તારમાં આવેલ એક શોપિંગ સેન્ટર નાં કાંચ તૂટી ને પડતા ત્યાં હાજર લોકો નાં જીવ ટાળવે ચોંટી ગયા હતા જોકે ઘટના માં સદનસીબે કોઇ જાનહાની ન થતા લોકોએ રાહત નો શ્વાશ લીધો હતો
ભરૂચ જિલ્લા માં કમોસમી વરસાદ નાં પગલે ખેડૂતો ને પણ ભારે નુકશાની થઈ હોવાનું કહેવાય રહ્યું છૅ, જ્યાં ખાસ કરી કેરી નો ઉભો પાક વરસાદ અને પવન નાં કારણે બગડ્યો હોવાનું પણ કહેવાય રહ્યું છૅ, તો કેટલાક ખેડૂતો નાં અન્ય પાક ને પણ નુકશાની થઈ હોવાનું સામે આવ્યું છૅ,