પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા પ્રોહીબિશનના ગુન્હાઓ તેમજ મુદ્દામાલ શોધી કાઢી કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા માટે જણાવેલ હોવાથી ઝાડેશ્વર નજીક વોચમાં હતા તે દરમિયાન આજરોજ સવારે આરોપી પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા સુનિલ સૂકા વસાવા રહે: સરપંચ ફળિયું, માલપોર, ઝઘડિયા તેમજ ચંદુ જેસિંગ વસાવા રહે: ઇન્દિરા આવાસ, અમરતપરા, અંકલેશ્વર નાઓ પોતાની ઇકો કાર નં. GJ 16 BK 8554 કિંમત રૂ.1.50.000/-માં ગેરકાયદેસર વગર પાસ પરમીટનો દેશી દારૂ 225 લીટર કિંમત રૂ. 4500/-નો મુદ્દામાલ સહિત બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળનો ગુન્હો નોંધી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement