ભરૂચના સામાજિક વનીકરણ વિભાગમાં કવિતાબેન કાંતિલાલ ગોહિલ નામના કર્મચારી કાર્યરત હતા, ટૂંક સમય પહેલાં ભરૂચના ડી.એફ.ઓ. ની જોહુકમિના કારણે કવિતાબેનને ડેપ્યુટેશન પર કેવડિયા મૂકવામાં આવતા ત્યાંથી પરત ફરતા ડમ્પરની ઠોકરે આશાવાદી કર્મચારીનું મૃત્યુ થયું હતું, આ બાબતે તેમના હક- હિસ્સા, નોમીની તેમજ ડી.એફ.ઓ. ની જો હુકમી સહિતની બાબતે તથા બદલી બાબતે ₹50,000 ની લાંચ સહિતના આક્ષેપો સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સંબોધીને એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ મૃતક વન વિભાગના કર્મચારી કવિતાબેન ના માતા પિતાએ આપ્યું છે, જેમાં મૃતક કર્મચારીને હક હિસ્સા તેમજ તેમની 9 વર્ષની પુત્રીને તમામ પ્રકારના મરણોતર હક હિસ્સા મળી રહે તે માટેની માંગ કરી છે.
આ વિસ્તૃત આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચના સામાજિક વનીકરણ વિભાગમાં કવિતાબેન કાંતિલાલ ગોહિલ વર્ષ 2017 માં સરકારી ધારા ધોરણ મુજબ ફિક્સ પગારથી નોકરી કરતા હતા, વાગરા અને હેડ ઓફિસમાં તેઓ કાર્યરત હતા વર્ષ 2022 માં તેઓ સરકારશ્રીના રેગ્યુલર કર્મચારી થયા હતા ભરૂચમાં ટૂંક સમય પહેલાં ઉર્વશી પ્રજાપતિ નામના વન વિભાગમાં ડી.એફ.ઓ. તરીકે બદલી થઈને અધિકારી આવ્યા હોય, આ અધિકારી ઉર્વશી પ્રજાપતિ દ્વારા મૃતક કર્મચારી કવિતાબેનના જીવન માં અડચણો ઊભી થવા લાગી હોય, ઉર્વશીબેન જાતિવાદ, આપખુદશાહી, ઈર્ષાળુ અને મનસ્વી વર્તન કરતા હોવાના આક્ષેપ મૃતક કર્મચારી કવિતાબેનના માતા પિતાએ આવેદનમાં કર્યા છે. યેનકેન પ્રકારે મૃતક કર્મચારી કવિતાબેન ને તેઓ માનસિક ત્રાસ આપતા હતા. અવારનવાર કામની બાબતમાં ટોર્ચર કરતા હતા તેમની સર્વિસ બુકમાં પણ અનેક પ્રકારના ગોટાળા કર્યા સહિતના આક્ષેપો પણ કર્યા છે , નોમિનેશનમાં પણ નામ લખ્યું હતું તેમ છતાં આજે નોમિનેશનમાં કોઈનું નામ બોલતું નથી ઉપરાંત ફરજિયાત ડેપ્યુટેશન પર મૃતક કર્મચારીને છુટ્ટા કરી દેવામાં આવતા અત્યંત મનસ્વી વર્તનના કારણે મૃતક કર્મચારી કવિતાબેન સતત ડિપ્રેશનમાં અને પરેશાનીમાં રહેતા હતા. મૃતક કર્મચારીના વર્ષો પહેલાં તેમના પતિ સાથે છુટાછેડા થયેલ હોય તેમની 9 વર્ષની પુત્રી તેમની સાથે રહેતી હોય તેઓ પોતાના માતા-પિતાના ઘેર રહેતા હોય આ તમામ બાબતો ઉર્વશીબેન જાણતા હોવા છતાં તેઓને યેનકેન પ્રકારે હેરાન, પરેશાન કરતા હોય અવારનવાર કામની બાબતમાં ટોર્ચર કરતા હોય તેમજ ડેપ્યુટેશન પર મોકલતા પહેલા કવિતાબેન પાસે રૂપિયા 50,000 લાંચ ની પણ ડી.એફ.ઓ. ઉર્વશીબેને માંગણી કરેલ હોય જે રૂપિયા 50,000 ન આપતા અંતે કવિતાબેન ને કેવડિયા ખાતે ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા. આ તમામ બાબતો મૃતક કવિતાબેન ના માતા પિતાએ આવેદનપત્રમાં જણાવી છે તેમજ વધુમાં જણાવ્યું છે કે કવિતાની 9 વર્ષની પુત્રી હોય જેને મરણોત્તર વળતર મળે અમે અમારી પુત્રી કવિતાને તો ખોઈ ચૂક્યા છીએ પરંતુ કતાની પુત્રીને મરણોત્તર વળતર મળી રહે તે માટે પણ ઉર્વશીબેન અત્યંત અડચાણો ઊભી કરે છે , આર.ટી.આઇ. કરવા છતાં પણ કોઈ વિગતો મળતી નથી ઉર્વશીબેન અત્યંત ભ્રષ્ટાચારી, મનસ્વી, ઊંચી પહોંચ ધરાવતા અધિકારી હોય ઉર્વશીબેન પ્રજાપતિ તથા તેના મળતીયાઓ ને સખતમાં સખત સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.