ભરૂચ ની મહિલાએ દમણ માં લગ્ન કર્યા, લગ્ન જીવન માં વિલંબ આવતા પતિ સામે પ્રોપર્ટી મામલે નોંધાવી ફરિયાદ, આખરે કોર્ટ માં કેસ ચાલતા પત્ની જ આવી ગઈ કાયદાનાં સંકજામાં
-ભરૂચ નો ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો જેમાં પતિ ને કાયદા ની ચૂંગાલ માં લાવેલી પત્ની જ આરોપી સાબિત થઈ
-પતિ દ્વારા વકીલ મારફતે કોર્ટ માં કરાવેલ દલીલો કોર્ટે માન્ય રાખી અને પત્ની સામે કાર્યવાહી નાં આપ્યા આદેશ
ભરૂચ નાં એડી. જ્યુડીશયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટ માંથી એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છૅ, વાત કંઈક આમ છૅ કે ભરૂચ શહેર નાં લીમડી ચોક, કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં રહેતી દમયંતી બેન પરમાર નામની યુવતી નાં લગ્ન દમણ ખાતે ભગુભાઇ ની ચાલ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ ગણેશ ભાઇ સૈની (માલાકર)સાથે થયા હતા,
2006 માં થેયલ બંને નું લગ્ન જીવન સુખી રીતે ચાલતું હતું જે દરમ્યાન તેઓને એક દીકરી સ્વરૂપે સંતાન પણ હતું,પરંતુ થોડા સમય વીત્યા બાદ 2019 નાં વર્ષ દરમ્યાન રાકેશ અને દમયંતી વચ્ચે તકરારો શરૂ થઈ હતી,જેનું મુખ્ય કારણ દમયંતી ના કુટુંઈબીજનો હોવાનું કહેવાય છૅ, તેઓ દમણ ખાતે જતી ત્યારે તેઓ ની કરતુતો જોઈ રાકેશને અણગમો થતો જેને લઇ દમયંતી ને તે કહેતો પરંતુ આ જ બાબતો બંને વચ્ચે ઝઘડા નું કારણ બનતી હતી,
જે બાદ દમયંતી દ્વારા પ્રથમ દમણ અને પછી ભરૂચ ખાતે રાકેશ સૈની વિરુદ્ધ માં ફરિયાદ કરવામાં આવી હતી, બાદમાં સમગ્ર બાબત અંગેનો કેસ ભરૂચ એડી જ્યુડીશયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં ચાલ્યો હતો,
આ દરમ્યાન દમયંતી દ્વારા કોર્ટ માં ડોમેસ્ટિક વાઇલન્સ એક્ટ હેઠળ કેસ કર્યો હતો, અને કોર્ટ સમક્ષ સોંગદ નામા રજૂ કર્યા હતા, કેસ થોડા સમય સુધી ચાલ્યો હતો પરંતુ પોતે સેન્ટ્રલ ગવર્મેન્ટ માં આરોગ્ય વિભાગ માં સરકારી કોન્ટ્રાકટ માં કામ કરી પોતે પગારદાર છૅ, તે બાબત છુપાવી જાતે નોકરિ કરે છૅ તેવું છુપાવી તથા દમણ ખાતે પોતાનું મકાન હોવા છતાં તે વિગતો છુપાવી અને પોતે આવક અને રહેણાંક ની વિગતો સોગંદનામા માં દર્શાવી નહીં ખોટું સોગંદ નામું કોર્ટ માં રજૂ કર્યું હતું,
જે દરમ્યાન અરજદાર ની વિગતો ઉપર તપાસ કરતા વકીલ શૈલેન્દ્રસીંહ ધરિયા એ અરજદાર ઉલટ તપાસ દરમ્યાન તેણે કોર્ટ સમક્ષ કબૂલ કરેલ કે સોગંદ નામા માં મકાન છૅ, તેવી વિગત છુપાવી હતી તથા તેઓ કોર્ટ માં તેઓએ રજૂ કરેલ સોગંદનામું ખોટું છૅ, તેમજ ભરૂચ કોર્ટ માં કેસ કર્યો પહેલા દમણ માં મકાન તેઓ પાસે હતું, જેવી બાબતો જણાવી હતી, સાથે સાથે સરકાર તરફ થી મળતી સુવિધાઓ માટે પણ આ મકાન ની વિગતો તેઓએ છુપાવી હતી,
આ દરમ્યાન સામાવાળા રાકેશભાઈનાં વકીલ શૈલેન્દ્રસિંહ ઘરીયા દ્વારા કોર્ટ માં દમયંતી બેન વિરુદ્ધ અરજી આપી હતી કે કોર્ટ માં ખોટું સોગંદનામું રજૂ કરી કોર્ટ ને ગેર માર્ગે દોરી ખોટી વિગતો આપવા બદલ તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી, તે અરજી કોર્ટે મંજુર રાખી તારીખ 9/05/2024 નાં રોજ હુકમ કર્યો હતો કે આઈ પી, સી કલમ 199,191,193 સાથે તદઉપરાંત ની કલમ 209 મુજબ નો ગુનો નોંધવા ચીફ જયુ, મેજી કોર્ટના રજીસ્ટર ને હુકમ કર્યો હતો,
અત્રે ઉલ્લેખનિય છૅ કે સભ્ય સમાજ માં આ ચોંકાવનારો કિસ્સા સમાન નું ઘટના ક્રમ બન્યો છૅ, જેમાં પતિ સામે ફરિયાદી બનેલી પત્ની જ આખરે હવે આરોપી બની ચુકી છૅ, જે દરેક માટે નોંધ સમાન કિસ્સો છૅ,