ભરૂચ એલ સી બી પોલીસે આઇસર ટેમ્પામાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડી રૂપિયા ૨,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો…
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.48 પરથી નર્મદા ચોકડી નજીકથી એક આઇશર ટેમ્પો સાથે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલ સી બી પોલીસ પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે તથા સ્ટેટ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં રહી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન આજરોજ ડી.એ.તુવર પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી ભરૂચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન નર્મદા ચોકડી બ્રીજ નીચે બ્રાઉન કલરનો આઇસર ટેમ્પો નંબર GJ-16-X-8581 માં ભરેલ લોખંડની ગ્રીલ, નટ, બોલ્ટ, પતરા, ડબ્બા વિગેરે ભંગાર ઝડપી પાડેલ અને રાજેશકુમાર વસંતલાલ પંડયા ઉ.વ.૪૫ રહેવાસી અંકલેશ્વરના પાસે બીલ કે કોઇ પુરાવા માંગતા નહી હોવાનું પુરવાર થયેલ તથા ચાલક સંતોષકારક જવાબ આપી શકેલ નહી, જેથી ૩૭૮૦ કીલોગ્રામ ભંગાર (સ્કેપ), આઇસર ટેમ્પો-૦૧, ડ્રાઇવર પાસેનો મોબાઇલ-૦૧, વિગેરે મળી કુલ કિંમત રૂપિયા ૨,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી તેના વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર ‘સી ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે. અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે…