Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ ૦૨ મોટર સાયકલો સાથે એલ સી બી પોલીસે એક ઇસમને ઝડપી પાડયો…

Share

ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ ૦૨ મોટર સાયકલો સાથે એલ સી બી પોલીસે એક ઇસમને ઝડપી પાડયો…

ભરૂચ શહેર વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાંથી મોટર સાયકલોની ચોરી કરતા ચોર ઈસમને ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલ સી બી પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળાના માર્ગદર્શન મુજબ મિલકત સબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે અનુસંધાને પો.સ.ઈ. ડી.એ.તુવરની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બાતમી મળી હતી.

Advertisement

કે વેજલપુર વિસ્તારના ખારવાવાડમાં રહેતો નઈમ ખારવા નામનો ઈસમના ઘરે બે ચોરીની મોટર સાયકલો છે જે પૈકી એક મોટર સાયકલના સ્પેરપાર્ટ્સ અલગ કરેલી હાલતમાં છે. જે મુજબની ચોક્કસ આધારભુત માહિતીના આધારે એલ.સી.બી. ટીમે ભરૂચ શહેર વેજલપુર વિસ્તારના ખારવાવાડમાં રહેતા ચોર ઈસમના કબ્જામાંથી એક યામાહા કંપનીની FZ મોટર સાયકલ સ્પેરપાર્ટ્સ છુટા પાડેલ હાલતમાં તથા એક લાલ કલરની TVS સ્ટાર CITY મોટર સાયકલ ઉપર કાળા કલરથી કલર કરી મો.સા.નો કલર બદલી કાઢેલ હાલતમાં એક ચોર ઈસમને ચોરીમાં ગયેલ મોટર સાયકલો સાથે ઝડપી પાડી મુદ્દામાલ કિંમત રૂપિયા ૩૮,૦૦૦ કબજે કરી તેના વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીજન કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી, ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી અંગે જે તે પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે…


Share

Related posts

અંકલેશ્વરમાં ઇદ- ઉલ -અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગ જીતીને રચ્યો ઇતિહાસ, ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય.

ProudOfGujarat

માંગરોળમાં જન આશીર્વાદ યાત્રાના સ્વાગતની તૈયારી માટે ભાજપ સંગઠનની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!