Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર કરાવી કુટણખાનું ચલાવતી મહીલા સહિત અન્ય એક ભરૂચ પોલીસે ઝડપી પાડયા…

Share

ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપાર કરાવી કુટણખાનું ચલાવતી મહીલા સહિત અન્ય એક ભરૂચ પોલીસે ઝડપી પાડયા…

ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં દેહ વ્યાપાર કરાવી કુટણખાનું ચલાવતી મહિલા સહિત અન્ય એકને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસ ઇન્સ્પેકટર વી.યુ.ગડરીયા ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકનાઓની ઉપરોકત સુચનાઓ તથા માર્ગદર્શન આધારે સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભરૂચ શહેર એ ડીવી.પોલીસને બાતમી મળી હતી. .જે હકીકત ખરાઇ કરાવતા મકાન નં.એ/૫ કુટણખાનુ ચાલતુ હોવાનુ જણાવેલ પરંતુ અર્જુમપાર્ક મ.નં.-એ/૪માં રહેતી નાજેરાબેન પઠાણનાની પોતાના ઘરે બહારથી લલનાઓને બોલાવી હાલમાં કુટણખાનું ચલાવતી હોવાની ખરાઇ કરાવી માહીતિ મળી હતી.

Advertisement

જે આધારે પોલીસે રેઇડ કરતા મ.નં.એ/૦૪ અંજુમપાર્ક ખાતે કુટણખાનુ ચાલતુ હોવાનું જણાય આવતા દેહ વ્યાપાર સાથે સંકડાયેલ બે યુવતીઓ તથા આ કુટણખાનુ ચલાવનાર (૧)એક મહિલા સહિત (૨) સલીમ અનીશભાઇ પઠાણ ઉ.વ.-૪૦ રહે.એ/૦૪ અંજુમપાર્ક સોસા. નંદેલાવ ગામ તા.જી.ભરૂચનાઓની પોલીસે ધરપકડ કરી કુટણખાનુ ચલાવનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેઓ વિરૂધ્ધ ભરૂચ શહેર એ ડીવી.પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા બે હજાર તેમજ મોબાઇલ નંગ બે કિંમત રૂપિયા ૧૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૭,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે…


Share

Related posts

ઉમરપાડા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ન્યાય અપાવવાની માંગ સાથે ટી.ડી.ઓ ને આવેદન આપ્યું.

ProudOfGujarat

નડિયાદ : ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલા એક ફ્લેટના બંધ મકાનમાં તસ્કરો એ હાથફેરો કર્યો.

ProudOfGujarat

ભરૂચ નાં ઝાડેશ્વર રોડ પરની સોસાયટીઓમાં ટાબરિયા ટોળકી નો આતંક, એસી નાં કોપર નાં પાઇપો તોડતા કેમેરા માં થયા કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!