આજ રોજ ભરૂચ નગર પાલિકા ખાતે અંધેર વહીવટના વિરોધના પગલે વિરોધ પક્ષ દ્વારા લીમડાના પાનનો ધુમાડો કરાયો હતો. ભરૂચ નગર ખાતે મચ્છર ના ઉપદ્ર્વના લીધે મેલેરીયા ઝેરી મેલેરીયા ડેંન્ગ્યું જેવા મચ્છર જ્ન્ય રોગો નો વાવડ વધ્યો છે. ત્યારે વિરોધ પક્ષના નેતા એવા શમસાદઅલિ સૈયદ, હેમેન્દ્રકોઠીવાલા વગેરે નગર પાલિકા ખાતે પડી રહેલા ફોંગીગ મશીન તેમજ મચ્છરના ઉપદ્ર્વ નાખવા અંગેના સાધનો અને દવાઓ પડી રહી હોવાના પગલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને લોકોને લીમડાના પાનનો ધુમાડો કરી મચ્છર સામે રક્ષણ મેળવવાના દિવસો આવી ગયા છે. એમ જણાવ્યું હતુ આ સમયે પોલીસ સાથેના ઘર્ષણના દ્ર્શ્યો પણ સર્જાયા હતા.
Advertisement