ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા આવે છૅ..? આદિવાસી વિસ્તારો માં થયેલ બંમ્પર વોટિંગ એ રાજકીય પંડિતો નાં ગણિત બગાડ્યા
-શું દેડીયાપાડા માં થયેલ સૌથી વધુ મતદાન ચૈતર ની નૈયા પાર કરાવી દેશે..?
-મનસુખ વસાવા ને હરાવવા માટે શું તેઓના જ સંગઠન નાં લોકોએ શંકાસ્પદ ભૂમિકા નિભાવી..?
લોકસભા ચૂંટણી ને લઇ સતત ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ભરૂચ લોકસભા બેઠક ઉપર એક બે નાના છમકલા ઑ ને બાદ કરતા શાંતિ પૂર્ણ માહોલ માં મતદાન થયું હતું, ક્યાંક મતદારો શહેરી વિસ્તારમાં ઢીલા પડ્યા તો ક્યાંક ગ્રામ્ય વિસ્તારો માં થયેલ બમ્પર મતદાન રાજકીય ગણિત ને ગુંચવણ માં મૂકે સમાન બન્યું છૅ,
ખાસ કરી વાત કરમાં આવે તો દેડિયાપાડા નાં ધારાસભ્ય ચૈતર વસાવા નાં મત વિસ્તાર માં સૌથી વધુ મતદાન 83.95% થયું છૅ, તો બીજી તરફ ઝઘડિયા માં 77.07% મતદાન થયું છૅ, આદિવાસી વિસ્તારમાં જંગી મતદાન ને બાદ કરતા ભરૂચ, અંકલેશ્વર, જેવા શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું હતું,
આ બધા વચ્ચે રાજકીય ગણિત કારો માની રહ્યા છૅ કે જો આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા તરફી મતદાન વધુ પ્રમાણ થયું હશે તો તેઓ આ ચૂંટણી જીતવા તરફ જઈ રહ્યા છૅ, તો કેટલાક લોકો નું એવું પણ કહેવું છૅ કે આ લોકસભા ની ચૂંટણી ચૈતર વસાવા જીતી રહ્યા છૅ,
આમ ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા શું સાત મી ટર્મ માટે ચૂંટાઈ ને આવશે કે કેમ તેવી ચર્ચાઓએ મતદાન પૂર્ણ થયા બાદ થી જ જોર પકડ્યું છૅ,હાલ આ રાજકીય ગણિત માત્ર આંકલન છૅ,જે પરિણામ નાં દિવસે મતદારો નાં મિજાજ થકી પલટાઈ પણ શકે તેમ છૅ,
ભરૂચ લોકસભા બેઠક પર 68.75 % જેટલું મતદાન થયું છૅ, જે મતદાન ભૂતકાળ ની ચૂંટણીઓ કરતા ઓછું છૅ, પરંતુ કહેવાય છૅ કે આદિવાસી વિસ્તારમાં થયેલ જંગી મતદાન અને ભરૂચ-અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારમાં રહેલી મતદાન માં ઢીલાસ કોઇ પર ઉમેદવાર માટે નુકશાન કારક સાબિત થઈ શકે તેમ છૅ, જેમાં નુકશાની વેઠવાનો વારો પ્રથમ ભાજપ ને આવે તેવું પણ કેટલાક રાજકીય વિશ્લેશકો માની રહ્યા છૅ,
બોક્સ-મનુસખ વસાવા ને પોતાના વાણી વિલાશ અને પાર્ટીમાં હું જ છું જેવી બાબતો નડી શકે છૅ.? કહેવાય છૅ કે મનસુખ વસાવા ને પોતાની જ પાર્ટી નાં કેટલાક હોદ્દેદારો હવે આરામ આપવા માંગતા હતા, જેને લઇ શહેરી વિસ્તારો માં મતદાન ઓછું થયું જેનો ફાયદો સીધો સામે પક્ષ ને મળી શકે તેમ છૅ,
બોક્સ -ચૈતર વસાવા એ પોતાની ચતુર ચાલ વાપરી હતી,જેમાં તેણે પોતાના મત વિસ્તારમાં તેઓના કાર્યકરોને મજબૂત કર્યા અને બાદ માં તે પોતે શહેરી વિસ્તારમાં અને અન્ય વિધાનસભા માં સતત એક્ટિવ ભૂમિકા ભજવતા નજરે પડ્યા હતા,જેને લઇ બુથ લેવલ પર કામગીરી કરતા કાર્યકર્તાઓ માં પણ જુસ્સો વધ્યો હતો,