ભરૂચ માં લોકશાહી નાં મહા પર્વ મતદાનની સવાર થી જ શરૂઆત,ક્યાંક લોકો ની ક્તારો જામી તો ક્યાંક ધીમી ગતિ થઈ રહ્યું છૅ મતદાન
લોકસભા ચૂંટણી 2024 ને લઇ ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છૅ, દેશ માં ત્રીજા તબક્કા નાં મતદાન માં ગુજરાત રાજ્ય નો સમાવેશ થયો હતો, જે બાદ આજે સવાર થી જ મતદારો માં લોકશાહી નાં મહા પર્વ ને ઉજવવા માટે નો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો,
ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ વહેલી સવાર થી જ મતદાન કેન્દ્ર ઉપર મત આપવા માટે લોકો ની ભીડ જામી હતી તો કેટલાક મતદાન કેન્દ્ર પર ધીમી ગતિ એ મતદાન થતું હોવાનું જોવા મળ્યું હતું,
ભારતીય જનતા પાર્ટી નાં ઉમેદવાર મનસુખ વસાવા એ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને છોટાઉદેપુર બેઠક નાં ઉમેદવાર માટે મતદાન કર્યું હતું, તો બીજી તરફ ઇન્ડિયા ગઠ બંધન નાં ઉમેદવાર ચૈતર વસાવા એ ડેડીયાપાડા નાં બોગઝ ખાતે તેઓની બંને ધર્મ પત્નીઓ સાથે મતદાન કર્યું હતું,
ભરૂચ લોકસભા બેઠક પર વહેલી સવાર થી જ મતદાન મથકો ઉપર લોકો નો ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી તરફ બુથ કેન્દ્ર પર કોઇ અ નીછનીય બનવો ન માટે માટે પોલીસ વિભાગે પણ પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો,