દક્ષિણ ગુજરાત અને અંકલેશ્વરની પ્રખ્યાત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના જાણીતા નિષ્ણાંતો જેવા કે કાર્ડિઓલોજિસ્ટ, કાર્ડિઓ થોરાસિક સર્જન, ઓર્થોપેડિક, જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન, યુરોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, પિડિયાટ્રિશિયન, ક્લિનિકલ કાર્ડિઓલોજિસ્ટ, ઇકો અને ટી.એમ.ટી.ના નિષ્ણાંત તથા ચામડી અને વાળના રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન તેમજ સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ઓ.પી.ડી. સેન્ટરમાં રાહતદરે ઇ.સી.જી., 2D ઇકો કાર્ડિઓગ્રાફિ અને સ્ટ્રેસ ટેસ્ટની સારવારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજરોજ ફલશ્રુતિનગર સ્થિત આર.કે.કાસ્ટા ખાતે ધાર્મિક પૂજા વિધિ સહિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરની ઓ.પી.ડી. સેવાનો શુભારંભ કરવામાં આવ્યો.
Advertisement