જાણવા મળ્યા મુજબ ભરૂચ ના જંબુસર રોડ પર આવેલ-મુમતાઝ પાર્ક.કો હાઉસિંગ સોસાયટી નજીક ઉભા કરાયેલ ખાનગી મોબાઈલ કંપનીના ટાવર થી લોકો ના સ્વસ્થ્ય જોખમાય અને પર્યાવરણ ને નુકશાન પહોંચે તેવી બાબતો ને લઇ આજ રોજ સવારે સોસાયટી ના રહીશોએ પાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની તેમજ કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરી હતી …..
મુમતાઝ પાર્ક સોસાયટીના રહીશોએ કરેલ રજૂઆત માં જણાવ્યા અનુસાર તેઓની સોસાયટી ની લગોલગ આવેલ મોરલ હાઇલેન્ડ સોસાયટીમાં રહેતા એક મકાન સંચાલકે એક મંજિલી મકાનના ધાબા ઉપર સ્વાસ્થય માટે ખુબજ જોખમકારક તથા પર્યાવરણને ખુબજ નુક્શાનકારક એવા મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવાની પેરવી કરી રહ્યા છે..જેનો મુમતાઝ પાર્ક સોસાયટી ના રહીશો વિરોધ કરી રહ્યા છે…વધુમાં જણાવ્યું હતું કે રેડિએશન થી સ્વાસ્થ્ય ને લગતી ભયાનક અસરોને લઈ ખુબજ ચિંતિત છીએ અને ખાસ કરી ને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે…અને સોસાયટીમાં કેન્સર પીડિત બાળકીના સ્વાસ્થ્ય પર પડનારી ખરાબ અસર ને લઈ લોકો માં વધુ ચિંતા આ મોબાઈલ ટાવર ના આવવા થી થઇ છે તેમ તેઓની રજુઆતમાં રહીશોએ જણાવ્યું હતું….
ભરૂચ ના મુમતાઝ પાર્ક ખાતે રહેણાંક વિસ્તાર માં ઉભા કરાયેલ મોબાઈલ ટાવર નો વિરોધ સામે આવ્યો છે. મંજૂરી રદ કરવા સ્થાનિક રહીશોએ મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી….
Advertisement