ચૂંટણી પહેલા જ વાલિયા તાલુકામાં દારૂની રેલમ છેલ, આખરે ગ્રામ જનોએ એક ટ્રક ઝડપી પાડી પોલીસ ને સોંપી
-દારૂની ટ્રક ઝડપાયા બાદ કેટલાક રાજકારણીઓ પણ સ્થળ પર દોડ્યા હોવાની ચર્ચા
ભરૂચ જિલ્લા માં લોકસભા ચૂંટણી નો માહોલ જામ્યો છૅ, ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી ની રંગત જોવા મળી રહી છૅ, આ બધા વચ્ચે બુટલેગરો નાં નાપાક કારનામા પાર પાડે પહેલા જ સ્થાનિક લોકો ની જાગૃતતા નાં પગલે ભારતીય બનાવટ નાં દારૂ ભરેલ ટ્રક ને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસ ને સોંપી હોવાનું કહેવાય રહ્યું છૅ,
જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા નાં વાલિયા તાલુકા નાં ભમાડીયા ગામ નજીક એક ટ્રક માં મોટા પ્રમાણ માં વિદશી દારૂ વહન થઈ ને આવ્યું હોવાની વાત વાયુ વેર્ગે પ્રસરતા જ સ્થાનિક ગ્રામ જનોનાં ટોળા એ ટ્રક ને ઝડપી પાડી હતી,
જે બાદ સમગ્ર ઘટના અંગેની જાણ વાલિયા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી ટ્રક નો કબ્જો લઇ મામલે તપાસ નાં ધમ ધમાટ શરૂ કર્યા હતા, આ બધા વચ્ચે એક લૉક ચર્ચા એ પણ ભારે જોર પકડ્યું હતું કે કેટલાક સ્થાનિક રાજકારણીઓ પણ સ્થળ ઉપર આંટા ફેરા મારી રહ્યા હતા,
હાલ તો સમગ્ર મામલે પોલીસે ટ્રક નો કબ્જો લઇ તેમા રહેલા શરાબ નાં જથ્થા નો ગણતરી શરૂ કરી છૅ, જોકે આ લખાય છૅ ત્યાં સુધી સમગ્ર મુદ્દા માલ માં કેટલો છૅ અને કોણે આ પ્રકારે દારૂ નો જથ્થો મંગાવ્યો હતો તે તમામ બાબતો સત્તાવાર રીતે પોલીસ વિભાગે જાહેર કરી ન હતી