ભરૂચમાં વધતા જતા ઔદ્યોગિક એકમોને ધ્યાનમાં રાખીને હોટલ હયાત પ્લેસને પર્યટન મંત્રાલય દ્વારા ફાઇવસ્ટાર કેટેગરી માં સમાવેશ કરાયો
ભરૂચમાં દિન પ્રતિદિન ઔદ્યોગિક એકમોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જાય છે વધુ પડતા એકમો ધરાવતી વિદેશી કંપનીઓ ભરૂચની આસપાસ દહેજ સહિતના વિસ્તારમાં સ્થાપિત કરે છે તેવા સંજોગોમાં અવારનવાર ભરૂચમાં વિદેશી મહેમાનો નું આવાગમન થતું હોય છે આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને ભરૂચની હોટલ હાય પ્લેસ ને પર્યટન મંત્રાલય દ્વારા છ થી વધુ વ્યક્તિની ટીમે હોટલનું જીણવટ પૂર્વકનું નિરીક્ષણ કરી ફાઇવસ્ટાર કેટેગરી નું સર્ટિફિકેટ હયાત પ્લેસ હોટલને આપવામાં આવ્યું છે આ પ્રસંગે હોટલના મેનેજર મનોજ જનાર્દન જણાવે છે કે વર્ષ 2022 થી અમારી હોટેલ ભરૂચમાં કાર્યરત છે ભરૂચ એક ઔદ્યોગિક હબ હોવાને કારણે અવારનવાર ફોરેનર્સ આવાગમન કરતા હોય છે ફાઇસ્ટાર હોટલની ફેસીલીટી અમારી હોટલમાં સંપૂર્ણપણે ઉપલબ્ધ છે 150 થી વધુ પ્રશ્નોત્તરી અને અત્યંત મહત્વની પર્યટન મંત્રાલયની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ હોટલ હયાત પ્લેસને ફાઇસટાર કેટેગરી આપી છે જે ભરૂચ માટે ગૌરવની બાબત ગણી શકાય છે જે ફેસીલીટી મળવી ખૂબ મુશ્કેલ હોય છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ કસ્ટમરને પૂરી પાડવામાં આવતી હોય છે જેમ સ્વિમિંગ પૂલ કે હોસ્પિટાલિટી ફેસીલીટી,મેડિકલ ફેસિલિટી, રેસ્ટોરન્ટ સહિતની બાબતોની ચકાસણી પર્યટન મંત્રાલય ની ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે આ તમામ ચકાસણી અત્યંત જટિલ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ હોટલ હયાત પ્લેસને આજે ફાઇસટાર કેટેગરી નું સર્ટિફિકેટ પર્યટન મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું છે. અત્યંત ટૂંકા ગાળામાં ભરૂચમાં પ્રસ્થાપિત થયેલી હોટલ ને 5 સ્ટાર કેટેગરીમાં સમાવેશ થતા હોટલ મેનેજમેન્ટ ટીમ હર્ષની લાગણી વ્યક્ત કરે છે.એન.પી.એચ.ગ્રુપ ના સ્થાપક નટુભાઈ પ્રજાપતિ અને મેનેજીંગ ડિરેક્ટર અમિત પ્રજાપતિએ હોટલ હયાત પ્લેસ ભરૂચ ના મેનેજમેન્ટ ને અભિનંદન પાઠવ્યા હતા