સાત મઈ ભાજપા ગઈ,રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ ચૈતર વસાવા નો હાથ પકડી જીતાડવા પ્રજાને અપીલ કરી
ભરૂચ ના શિફા ચોકડી પાસે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ના સમર્થન માં વિસાળ જન સભાં યોજાઈ
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા મતદાન થવા જઈ રહ્યું છૅ, આગામી સાત તારીખે મતદાન યોજાવવા જઈ રહ્યું છૅ, તે બધા વચ્ચે રાજકીય પાર્ટીઓ દ્વારા પણ પ્રચાર પ્રસાર પૂર જોશ માં કરવામાં આવી રહ્યા છૅ,
ગત રોજ ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ના સમર્થન માં એક જાહેર સભાં નું આયોજન શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિફા ચોકડી પાસે કરવામાં આવ્યું હતું,
આ જાહેર સભાં માં રાજ્ય સભાં ના સાંસદ ઇમરામ પ્રતાપ ગઢી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ને જીતાડવા માટે ઉપસ્થિત જન મેદની ને અપીલ કરી હતી,
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ અને આપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચૈતર વસાવા એ પણ ઉપસ્થિત રહી જન મેદની ને સંભોધિત કરી હતી,તો ઇમરાન પ્રતાપ ગઢીએ પણ જન મેદની ને સંભોઘી ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા,