મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ
****
ભરૂચ- શુક્રવાર- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો કાર્યક્રમ અન્વયે જીલ્લામાં મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તારીખ ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આચાર સંહીતાનો અમલ શરૂ થઈ ગયેલ છે. ચૂંટણીની સમગ્ર કાર્યવાહી દરમ્યાન કાયદો આચાર સંહિતા અને ચૂંટણી પંચ, નવી દીલ્હીની સુચનાઓનો ભંગ કરતાં શોર્ટ મેસેજ SMS પ્રસારીત થતા અટકાવવા મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુરુ થાય તે સમય દરમ્યાન રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકવા અંગે ભારતીય ચૂંટણી પંચના આદેશ છે.
તુષાર ડી. સુમેરા IA.S., જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર ભરૂચ જીલ્લાનાં મહેસુલી વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિએ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના મતદાન દિવસ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન પુરું થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ (SMS) મોકલવા ઉપર આથી પ્રતિબંધ ફરમાવ્યો હતો.
આ હુકમનું ઉલ્લંધન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૩ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવાયું હતું.
મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ
Advertisement