ઈજાગ્રસ્તો વડોદરાના નામાંકિતો હોવાની ચર્ચા…
ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત રોજ સાંજના પોણા સાતા વાગ્યાના અરસામાં લુવારા ગામના પાટીયા પાસે ટોયટો કાર અને ડમ્ફરીયા વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. નબીપુર પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર અને આ બનાવના ફરીયાદી વિજયસિંહ જ્યોતિન્દ્રસિંહ રહે. અવધુત રેવન્યુ નર્મદા કોલેજ સામેની ફરીયાદ મુજબ ટોયોટા કારમાં સવાર થયેલ ચાર કરતા વધુ વ્યક્તિઓને ઈજા પોંહચી હતી. ટોયટા કાર ડમ્ફર સાથે અથડાતા આ બનાવ બન્યો હતો. મળતી માહીતી પ્રમાણે આ બનાવમાં વડોદરાના નાંમાકિત વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પોંહચી હતી.
Advertisement