Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભારે કરી-ભરૂચ જિલ્લા માં ભાજપ ના નેતાઓને માર પડે છૅ.?પ્રચાર માં ગયેલા આગેવાનોને ટપલી દાવ કરી લોકોએ ભગાડ્યા

Share

ભારે કરી-ભરૂચ જિલ્લા માં ભાજપ ના નેતાઓને માર પડે છૅ.?પ્રચાર માં ગયેલા આગેવાનોને ટપલી દાવ કરી લોકોએ ભગાડ્યા

-સતત બીજા દિવસે ભાજપ ના આગેવાનો અને કાર્યકરો લોકોના રોષ નો ભોગ બન્યા

Advertisement

ભરૂચ જિલ્લા માં લોકસભા બેઠક ઓર યોજાનાર આગામી ચૂંટણીના મતદાન ને લઈ રાજકીય નેતાઓ દ્વારા પ્રચાર અભિયાન જોરશોર થી ચાલી રહ્યું છૅ, તે બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ પ્રચાર માં તો જઈ રહ્યા છૅ પરંતુ લોકો ના રોષ નો ભોગ બની રહ્યા હોવા ના વાયરલ વીડિયો સતત બે દિવસ થી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છૅ,

એક તરફ ગત રોજ અંકલેશ્વર ના બોઈદ્રા ગામ ખાતે ભાજપ ના આગેવાનો સાથે સ્થાનિકો એ શાબ્દિક ઘર્ષણ કરી તેઓની ગામ માંથી બાહર કાઢ્યા હતા તો બીજી તરફ આજ રોજ અંકલેશ્વર ના નવાપુન ગામ ખાતે ભાજપ ના કાર્યકરો અમે આગેવાનો સાથે થયેલ ટપલી દાવ ની બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી,

અંકલેશ્વર તાલુકા ના નવા પુન ગામ ખાતે પાર્ટી ના પ્રચાર અર્થે ગયેલ ભાજપ ના કાર્યકરો નો સ્થાનિક ગ્રામજનોએ ઉંઘડો લીધો હતો તો કેટલાક આગેવાનો સાથે તો ગામ ના લોકોએ ટપલી દાવ પર કરી લીધો હતો, ઘટનાની ગંભીરતા ને પારખી ગયેલા રાજકીય આગેવાનો ગામ છોડવા મજબુર બન્યા હતા,

ભરૂચ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માટે લોકો નો વધતો વિરોધી સુર ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા ને સાત મી વખત આ બેઠક પર જીત હાસિલ કરવામાં નડી શકે છૅ તેવી ચર્ચાઓએ પણ વર્તમાન ભાજપ ની આ પ્રકારની સર્જાય રહેલી સ્થિતિ બાદ થી જોર પકડ્યું છૅ,


Share

Related posts

અંકલેશ્વર શારદા ભવન ટાઉનહોલ ખાતે ભરતનાટ્યમ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયાના નાનાસાંજા ગામે ગોચરની જમીનમાં વૃક્ષો કાપી નાંખવા બાબતે વિવાદ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના ૧૬ નાયબ મામલતદારની આંતરિક બદલીના હુકમ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!