ભરૂચ શહેર માં લાખો ના ખર્ચે ઉંભી થયેલ પાણીની પરબો પાછળ પ્રજા ના રૂપિયા નો ધૂમડો થયો જેવી સ્થિતિ
-સુરભી તમાકુ વાળા, અમિત ચાવડા અને હવે વિભૂતિ યાદવ જેવા ત્રણ-ત્રણ પ્રમુખો પણ આ પરબો ને વિકસિત રાખવામાં નિષ્ફળ નીવડ્યા
-કહેવાતી સંસ્થાઓ ઉનાળા માં પ્રજા ની હાલાકીને દૂર કરવા અદ્રશ્ય બની
-કલેકટર તુષાર સુમેરાની માય લીવેબલ ની કામગીરી માત્ર દીવાલો પેન્ટ કરવા સુધી ની..?
ભરૂચ શહેર માં પ્રજા ની સુખાકારી ની વાતો કરતી નગર પાલિકા તેમજ અનેક સંસ્થાઓ કાર્યરત છૅ,પાલિકા પણ પોતાનું કામ કરે છૅ, પરંતુ ત્યાર બાદ તે કામગીરી ઉપર ધ્યાન રાખવા વારુ કોઇ ન હોય તેવી નાનકડા ભરૂચ શહેર ની ભર ઉનાળા માં સામે આવેલી આ ઘટના ઉપર થી કહી શકાય તેમ છૅ,
ભરૂચ શહેર માં મુખ્ય માર્ગો ને અડી ને કેટલાક સ્થળે ક્યાંક પાલિકા એ તો ક્યાંક કેટલીક સંસ્થાઓ દ્વારા પાણીની પરબો નું નિર્માણ કરવામાં આવ્યું હતું, લાખો ના ખર્ચ કરી આ પરબો ઉંભી તો થઈ હતી, જે તે સમય ના રાજકીય નેતાઓ એ ફોટો સેશન થતી વાહ વાહી પણ મેળવી હતી પરંતુ આજે ભર ઉનાળા માં જયારે તાપમાન નો પારો 40 ડિગ્રી ને પાર પહોંચી રહ્યો છૅ, ત્યારે ભરૂચ નગર પાલિકા અને કહેવાતી સંસ્થાઓ ના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છૅ,
ભરૂચ ના તુસલી ધામ વિસ્તારમાં આવેલ પાણી ની પરબ ને પાલિકા ના કર્મીઓ ઉઠાવી લીધી હતી,માત્ર બે, ચાર વર્ષ સુધી લાખો ના ખર્ચ વારી આ પરબ થકી કેટલા લોકો પાણી પીધું હશે તે તો ખબર નથી, પરંતુ આ પરબ ભંગાર હાલત માં થઈ ગઈ હતી અને ત્યાં ગંદકી નું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું,
આ માત્ર એક પરત ની વાત છૅ, હોંશે હોંશે ઉદ્ધઘાટન કરવા પહોંચેલા જે તે સમય ના નેતાઓ એ આ પરબો ની જાળવણી ન કરી તેના પરિણામે પ્રજા ના લાખો રૂપિયા નું ઈંધર થયું હોવાનું કહેવાય રહ્યું છૅ, આજ પ્રકારના કામો કરી પાલિકા ને દેવામાં ઉતારી દેનારા નેતાઓએ માત્ર કર્મચારી ઓને પોતાના પક્ષ ની કે સરકારી કામગીરી દૂર રાખ્યા હોત તો આજે ભર ઉનાળા માં સામાન્ય નાગરિક પોતાની તરસ દૂર કરવા માટે આ પરબો નો સહારો લઈ શક્યો હોત તેમ વર્તમાન પરબો ની હાલત જોઈ ચર્ચાઈ રહ્યું છૅ,
હાલ માં તો શહેર માં પાલિકા દ્વારા મુકવા માં આવેલ પરબો માત્ર ગણતરી ના વર્ષો માં શોભા ના ગાંઠીયા સમાન બની છૅ, અમે એજ પરબો હવે જાદુગરો ના પ્રચાર માધ્યમ બની ગઈ હોય તેવા સ્ટ્રીકર પણ જોવા મળે છૅ, તે બાબત જ જણાવે છૅ કે પાલિકા કર્મીઓની ઢીલાસના કારણે લોકો જ્યાં ત્યાં પોસ્ટરો મારી ને પણ પડકાર ફેંકી રહ્યા છૅ,
આ સમગ્ર મામલે જયારે પાલિકા વિભાગ માં ફરજ બજાવતા વિશ્વજીત નામના એક કર્મચારી ને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે તુલસી ધામ માર્ગ પર રહેલ પરબ કાટ ખાઇ ગઈ હતી અને તેની પાછળ ના ભાગે લોકો કપડાં સહિત ની વસ્તુઓ નાંખી જતા હતા જેને લઈ તેને ત્યાંથી ઉઠાવી છૅ,અને તેને રીપેરીંગ કરવા મોકલવાના છૅ,