Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

૧૨ લોકસભા ના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્ર માંથી સાંપડી રહ્યો છે પ્રચંડ જનસમર્થન*

Share

*૧૨ લોકસભા ના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્ર માંથી સાંપડી રહ્યો છે પ્રચંડ જનસમર્થન*

*બેરાજા ગામ ખાતે યોજાયેલ સંમેલનમાં પૂનમબેન માડમનું કરાયું ભવ્ય સ્વાગત*

Advertisement

બેરાજા ગામ ખાતે ૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભા નું આયોજન કરવામાં આવેલ. માનનીય સાંસદ તથા ૧૨ લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ એ બેરાજા ગામ ખાતે ચાર બારા જિલ્લા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. આ તબ્બકે પૂનમબેન માડમએ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ અંતર્ગતની કેન્દ્રસરકાર દ્વારા જીવનને સરળ બનાવવામાં સહાયરૂપ થનારી અનેકવિધ યોજનાઓ ની ચર્ચા કરેલ, તથા ફરી એકવાર જંગી બહુમતી થી ચૂંટવા હાકલ કરેલ. તેઓ એ ભારત દેશ ની તથા ૧૨ લોકસભા સીટની હેટ્રિક વિજય માં જંગી મતદાન કરી સહભાગી બનવા હાકલ કરેલ.
આ તબ્બકે ૧૨ લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, દેવભૂમિ જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, વિસ્તારક નટવરભાઈ પટેલ સહીત ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લાના હોદેદારો, પદાધિકારીઓ, ગ્રામજનો, અગ્રણીઓ, સામાજિક સંસ્થાના પ્રમુખો વગેરે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સીવીલ હોસ્પિટલના ગેટ પાસે જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

સુરત ખાતે  વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વાંકલ નજીક ધોળીકુઈ પાટીયા પાસે પીકઅપ ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ગટરમાં ઉતરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!