ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી સરકારના નિર્ણયો સામે વિરોધ કરાઈ રહ્યો છે. તેમજ તલાટી કમ મંત્રીઓની સમસ્યાઓ અંગે રજુઆત કરવા છતા કોઈ નિરાકરણ આવેલ નથી આવેદન પત્રો તેમજ ધરણા કાર્યક્રમ અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાના કાર્યકર્મો બાદ પણ સરકારે યોગ્ય પ્રતિભાવ ના આપતા આખરે તલાટી કમ મંત્રીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ભરૂચ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરત મિશ્રાના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે.
Advertisement