Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ના બોરિદ્રા ખાતે પ્રચાર અર્થે ગયેલ ભાજપ ના આગેવાનોને ગ્રામ જનોએ ભગાડ્યા, બોલ્યા એક જ ચાલે ચૈતર જ ચાલે…..

Share

અંકલેશ્વર ના બોરિદ્રા ખાતે પ્રચાર અર્થે ગયેલ ભાજપ ના આગેવાનોને ગ્રામ જનોએ ભગાડ્યા, બોલ્યા એક જ ચાલે ચૈતર જ ચાલે…..

-ઘટના ક્રમ અંગેનો વાયરલ વીડિયોચર્ચામાં આવ્યો

Advertisement

ભરૂચ જિલ્લા માં લોકસભા ચૂંટણી ને લઈ રાજકીય પારો તેની ચરમસીમા એ પહોંચ્યો છૅ, રાજકીય પક્ષ ના દિગ્ગજો જ્યાં એક તરફ એક બીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છૅ તો બીજી તરફ હવે પ્રચાર ના રણ માં પણ ગરમા ગર્મી જોવા મળી રહી છૅ,

અંકલેશ્વર ના બોરિદ્રા ગામ ખાતે નો એક વાયરલ વિડીયો આજે દિવસ દરમ્યાન લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, જ્યાં ગામ માં પ્રચાર અર્થે ગયેલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ગામ નાજ યુવાનો બાખડતા નજરે પડ્યા હતા,

ગ્રામજનો અને ભાજપ આગેવાનો વચ્ચે સર્જાયેલ શાબ્દિક ઘર્ષણ બાદ ભાજપ ના આગેવાનો ને સ્થળ છોડી રવાના થવાની નૉબત આવી હતી તો બીજી તરફ ગ્રામ જનો દ્વારા ભાજપ ના આગેવાનો પાછળ જઈ એક જ ચાલે ચૈતર જ ચાલે ના નારા ગુંજતા કરતા માહોલ ગરમા ગર્મી ભર્યો બન્યો હતો,

અત્રે ઉલ્લેખનિય છૅ કે લોકસભા ચૂંટણી ને લઈ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારો માં આ વખતર ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છૅ તેવા માં હવે રાજકીય નેતાઓના પ્રચાર દરમ્યાન થઈ રહેલા મીઠા અને કડવા અનુભવો પણ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છૅ,


Share

Related posts

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં વૈદિક હોળી પ્રગટી

ProudOfGujarat

નવરાત્રીમાં ટેટૂનો ટ્રેન્ડઃ યુવતીએ ચિતરાવ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટીની થીમ પર ટેટૂ

ProudOfGujarat

ભરૂચના કરમાડ ગામમાંથી પાંચ ફુટ લાંબી નાગણ પકડાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!