રને સાત માં ગુંચવાયા,ભરૂચ માં IPL પર સટ્ટો રમતા ઈસમની ધરપકડ,હજારોનો મુદ્દામાલ કબ્જે, પ્રયોસા ટ્રાવેલ્સ વાળા જીગ્નેશ બ્રહ્મભટ્ટ વોન્ટેડ
હાલ દેશભર માં IPL ક્રિકેટ ટુર્નામેન્ટ નો ક્રેઝ ક્રિકેટ પ્રેમી જનતા માં જોવા મળી રહ્યો છૅ, તો બીજી તરફ ટુર્નામેન્ટ થકી કેટલાક લોકો સત્તા બેટિંગ જેવી પ્રવુતિઓ પણ કરતા હોવાના અનેકો વાર કિસ્સા સામે આવી ચુક્યા છૅ, સામાન્ય વ્યક્તિ થી લઈ નામાંકિત વ્યક્તિઓ પણ ભૂતકાળ માં ક્રિકેટ સત્તા બેટિંગની માયા જાળ માં ફસાઈ ચુક્યા છૅ, તેવામાં ભરૂચ એ ડિવિઝન પોલીસ ને પણ હવે મામલે સફળતા હાસિલ થઈ છૅ,
ભરૂચ ના રેલવે ગોદી માર્ગ ઉપર એ ડિવિઝન પોલીસ ના કર્મીઓ એ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જે દરમ્યાન મોપેડ લઈ ઉભેલા કસક વિસ્તારના માછીવાડ માં રહેતા સોહેલ વીરસીંગ રાણા નામના ઈસમ ને પોલીસે કોર્ડન કરી તેની તલાસી લીધી હતી,
પોલીસ ની તલાસી દરમ્યાન સોહેલ પાસેથી કેટલીક ચિઠ્ઠી ઑ મળી આવી હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાઇન્ટ મેચ ના ખેલાડી ઓના કર્મ લખેલા નજરે પડ્યા હતા, જે બાદ મામલે પોલીસે પૂછ પરછ કરતા સોહેલ ભાંગી પડયો હતો અને તેણે જણાવ્યું હતું કે પ્રયોસા ટ્રાવેલ્સવાળા જીગ્નેશ ભાઇ બ્રહ્મભટ્ટ સાથે મુંબઈ, અને લખનૌ ની મેચ ને લઈ રને સાત રૂપિયા નૌ હાર જીત માટેનો સટ્ટો લગાડ્યો હતો,
પોલીસે સમગ્ર મામલે સોહેલ વીરસિંગ રાણા ની ધરપકડ કરી હતી તેમજ તેની પાસેથી 20 હજાર ઉપરાંત ની રોકડ રકમ અને મોપેડ મળી કુલ 80 હજાર ઉપરાંત નૌ મુદ્દામાલ કબ્જે કરી અન્ય આરોપી જીગ્નેશ બ્રહ્મભટ્ટ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી,
મહત્વનું છૅ કે એક બાજુ લોકસભા ચૂંટણી ની કામગીરી માં મોટા ભાગ નું પોલીસ વિભાગ વ્યસ્થ હોવા છતાં એ ડિવિઝન પોલીસ મથક ના પીઆઇ ગડરીયા દ્વારા ગુનાહિત તત્વો સામે ની સતત લાલઆંખ પ્રશ્રનીય કામગીરી સમાન બની છૅ,