ભરૂચ ના મનુબર ચોકડી નજીક વરસાદી કાંસ માં બનાવેલ ઝુંપડાઓ માં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ
ભરૂચ જિલ્લા માં ચાલુ વર્ષે ઉનાળા ની ઋતુ દરમ્યાન અનેક સ્થળે આગ લાગવા જેવી ઘટનાઓનું નિર્માણ થઈ ચૂક્યું છૅ, છાશ વારે જિલ્લા માં ક્યાંક વાહન સળગવાની ઘટના ઑ તો ક્યાંક મકાનો માં આગ લાગવા જેવી બાબતો પણ સામે આવી ચુકી છૅ, તેવામાં આજે વધુ એક આગ લાગવાની ઘટનાના પગલે ફાયર ના લાશ્કરો દોડતા થયા હતા,
ભરૂચ ના મનુબર ચોકડી વિસ્તાર માં આવેલ માર્ગ પર વરસાદી કાંસ માં બનાવવા માં આવેલ ઝુંપડા ઓમાં બપોર ના સમયે અચાનક એકા એક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી હતી, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના કર્મીઓએ લાય બંબા સાથે સ્થળ ઉપર દોડી જઈ આગ પર પાણી નો મારો ચલાવી તેને તાત્કાલિક કાબુમાં લીધી હતી,
અત્રે ઉલ્લેખ નિય છૅ કે આ આગ ક્યા કારણોસર લાગી હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ ન હતી, જોકે આગ માં ઝુંપડા માં રહેલ ઘર વકરી બળી ને ખાખ થઈ જવા પામી હતી, ત્યારે સદનસીબે સમગ્ર ઘટના ક્રમ માં કોઇ પ્રકારની જાન હાની ન થતા ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાશ લીધો હતો