Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના જુના દિવાના વશી ફળીયામાં *લૂંટ વિથ મર્ડરની ઘટના* સામે આવતા ચકચાર

Share

અંકલેશ્વરના જુના દિવાના વશી ફળીયામાં *લૂંટ વિથ મર્ડરની ઘટના* સામે આવતા ચકચાર

ભરૂચ જિલ્લા માં જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીઓનો માહોલ જામ્યો છૅ તો બીજી તરફ ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છૅ, તેવામાં અંકલેશ્વર પંથક ના જુના દિવા ગામ ખાતે થી વધુ એક ચકચારી ઘટના પ્રકાશ માં આવી છૅ,

Advertisement

અંકલેશ્વર ના જુના દિવા ગામ ખાતેના વશી ફળિયા માં રહેતા ૭૨ વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ જીણાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું, જે બાદ ચોરીની ઘટનામાં વૃધ્ધની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છૅ,

ઘટના અંગે પોલીસને જાણ થતા ડીએસપી,ડીવાયએસપી સહિત શહેર પોલીસ નો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો, તેમજ પોલીસે ડોગ સ્કોડ,એફએસએલ સહિત નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી છૅ, મહત્વનું છૅ કે રહસ્યમય સંજોગોમાં વૃદ્ધના મોતથી ગામમાં ચકચાર ફેલાઇ છે,

હાલ પ્રથામિક જાણકારી મુજબ તસ્કરો એ મકાન માંથી કેટલી મત્તા ઉપર હાથ ફેરો કર્યો છૅ તે બાબત સ્પષ્ટ થઈ નથી, જોકે પોલીસ વિભાગે અલગ અલગ ટિમો બનાવી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છૅ,


Share

Related posts

ગોધરા : દાઉદી વ્હોરા સમાજ દ્વારા હનીફ કલંદરની ટીમનુ કોરોના વોરિયર્સ તરીકે સન્માન.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકામાં ૧૨૧ સેન્ટરો પર મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં જિલ્લાનાં મુખ્ય ન્યાયાધીશશ્રી સહિત તમામ ન્યાયાધીશો દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!