ભરૂચ માં પોલીસ ની કામગીરી સામે રાજપૂત યુવાનોમાં આક્રોશ,જિલ્લા કલેકટર ને અપાયું આવેદન પત્ર
ભરૂચ માં રાજપૂત સમાજ ના આગેવાનો અને અગ્રણીઓની ગત તારીખ 27 મીના રાત્રીના સમયે ગેરકાયદેસર અટકાયત અને ફોન ઝુટવી લેવા સહિત અપશબ્દો ભાષા નો પ્રયોગ કરવાના મામલે રાજપૂત યુવાનો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેકટર ને એક આવેદન પત્ર પાઠવવા માં આવ્યું હતું
રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવવા માં આવ્યું છૅ કે રાત્રી ના એક કલાક દરમ્યાન તેઓ ચૂંટણી નું કામ પટાવી આમોદ તાલુકા માંથી પરત ફર્યા હતા,દરમ્યાન ભરૂચ ના કોલેજ રોડ ઉપર પીઆઇ સહિત ના સ્ટાફે તેઓની કાર રોકી હતી,
ત્યાર બાદ તેઓ સાથે અપ શબ્દો નો મારો ચલાવી ઘર્ષણ થાય તેવી સ્થિતિ નું સર્જન કર્યું હતું સાથે સાથે મોબાઈલ ફોન ઝુટવી લઈ તેઓની અટકાયત કરી પ્રથમ કોઈક અવાવારું જગ્યા એ લઈ ગયા હતા બાદ માં તેઓની એસ. પી ઓફિસ કચેરી ખાતે અટકાયત કરી રાખવામાં આવ્યા હતા,
પી આઈ સહિત પોલીસ કર્મીઓના અ પ્રકારના વલણ ને રાજપૂત સમાજ ના યુવાનો એ વખોડી કાઢી રાજપૂત અગ્રણી વિરપાલ સીંહ અટોદરીયા ની આગેવાની માં આવેદન પત્ર પાઠવી તેઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ સાથે કરવામાં આવી હતી,તેમજ જિલ્લા ભર માં રાજપૂત યુવાનો ની થયેલ અટકાયત મામલે ન્યાય ની માંગ કરી હતી,