Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ડીસ્ટ્રીક મેનેજમેન્ટ એસોસિએશનને 28 વર્ષ પૂર્ણ થતા બુક લવર્સ ફોરમ મીટ 243 નું ભોલાવ ખાતે આયોજન થયું હતું

Share

ભરૂચ ડીસ્ટ્રીક મેનેજમેન્ટ એસોસિએશનને 28 વર્ષ પૂર્ણ થતા બુક લવર્સ ફોરમ મીટ 243 નું ભોલાવ ખાતે આયોજન થયું હતું જેમાં ભરૂચના સાહિત્યિક વિદ્વાનો દ્વારા વિવિધ પુસ્તક વિષયક શ્રોતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

છેલ્લા 28 વર્ષથી ભરૂચ ડિસટીક મેનેજમેન્ટ એસોસિએશન કાર્યરત છે જેમાં બુક લવર ફોરમ દ્વારા અવારનવાર સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અનેક લોકોના સહયોગથી આ પ્રકારના કાર્યક્રમો થતા રહે છે ભૂતકાળના સ્મરણોને વાગોળતા કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.

Advertisement

આ કાર્યક્રમમાં કુંદનિકા કાપડિયા લેખિત પુસ્તક પરમ સમિત વિશે બી ડી એમ એના વરિષ્ઠ સાહિત્યવિધ કે જે શાહ દ્વારા પુસ્તકનો સંપૂર્ણપણે પરિચય આપવામાં આવ્યો હતો પુસ્તક વિશેની અને પુસ્તક વાંચનાર વર્ગવિષયક વાત પણ શ્રોતાઓ સમક્ષ જણાવી હતી તેઓએ જણાવ્યું હતું કે પ્રાર્થના એ પ્રભુ સાથે થતી ગોષ્ઠી છે સેવા કાર્ય કરતું રહેવું જોઈએ હમ હર હંમેશ બીજાને મદદરૂપ થવું જોઈએ સહિતની બાબતો દ્વારા તેઓએ પુસ્તકનો સંપૂર્ણપણે પરિચય આપ્યો હતો

નરેશ મહેતા લિખિત હિન્દી કાવ્યસંગ્રહ પુરુષ વિશે રમણીક અગ્રાવતે પરિચય આપ્યો હતો કાવ્યસંગ્રહ વિષયક વાત કરતા સંપૂર્ણપણે બુક લવર સ્મિત કાર્યક્રમનું વાતાવરણ પણ કાવ્યાત્મક શૈલીમાં શ્રોતાઓએ અનુભવ્યું હતું કાવ્ય સંગ્રહ ની વાતચીત દરમિયાન જે શૂન્ય છે જે કાવ્યના વળાંકોમાં આવતી ગતિવિધિઓ સહિતની બાબતો શ્રોતાઓને જણાવી હતી

ખલીલ જિબ્રાન લિખિત ધ પ્રોફિટ વિશે અર્ચનાબેન પટેલ એ વીડિઓ કોન્ફ્રાન્સીન્ગ માધ્યમથી વાત કરી હતી આ પુસ્તક વિશે તેઓ દ્વારા શ્રોતા સમક્ષ પુસ્તકની ઝીણવટ પૂર્વકની બાબતોની ચર્ચા કરી હતી આ સમગ્ર કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં ભરૂચના શ્રોતાઓએ લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બી ડી એમ એના પ્રમુખ દેવાંગભાઈ ઠાકોર બુકલવર ફોરમના મેન્ટોર જે કે શાહ બુકલવર ફોરમના પ્રોજેક્ટ ચેરમેન મીનલબેન દવે એ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતમાં ભરૂચના સાહિત્ય પ્રેમી જે કે શાહ તથા રમણીકભાઈ અગ્રાવત ને મોમેન્ટો અર્પણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી


Share

Related posts

અમરેલી: ધારીના લીંબડીયા નેરા વિસ્તાર માંથી ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો.

ProudOfGujarat

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં આવેલ આદર્શ શોપિંગ પાસે થી એક યુવાન નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો….

ProudOfGujarat

મગરને રેસ્કયુ કરવા વન વિભાગની ત્રણ જેટલી ટીમને સ્ટેન્ડ બાય મોડપર રખાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!