Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

તેલ ના નામે ખેલ”પાડનાર ભરૂચ મનુબર ચોકડી પરનો કરિયાણા દુકાન નો સંચાલક પોલીસ પકડમાં આવ્યો

Share

તેલ ના નામે ખેલ પાડનાર ભરૂચ મનુબર ચોકડી પરનો કરિયાણા દુકાન નો સંચાલક પોલીસ પકડમાં આવ્યો

-હુસેન મેમણ દ્વારા અત્યાર સુધી અનેક લોકો સાથે વિશ્વાસઘાટ કર્યો હોવાની ચર્ચા

Advertisement

-તેલ કૌભાંડ માં અન્ય પણ લોકોની સંડોવણી ની આશંકા

ભરૂચ ના મનુબર ચોકડી વિસ્તારમાં આવેલ રહેમત ટ્રેડર્સ નામની કરિયાણા ની દુકાન માં ડુપ્લીકેટ લેબલ વાળું તેલ બજાર માં વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ હાથધરી દુકાન માં દરોડા પાડ્યા હતા,

દરમ્યાન દુકાન માંથી એન, કે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરૂપતિ કપાસિયા તેલના ડુપ્લીકેટ 25 જેટલાં ડબ્બા વેચાણ કરવા માટે મુક્યા હોય તે મળી આવ્યા હતા જે બાદ પોલીસે અંદાજીત 45 હજાર ના મુદ્દામાલ સાથે હુસેન હનીફ મેમણ રહે, અંકુર સોસાયટી પાલેજ નાની ધરપકડ કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છૅ,

મહત્વ નું છૅ કે આ દુકાન ઉપર થી દિવસ દરમ્યાન પશ્ચિમ વિસ્તાર સહિત અન્ય વિસ્તાર ના લોકો તેલ સહિત ની અનેક વસ્તુઓની ખરીદી કરતા હોય છૅ, તેવામાં ભેજાબાજ હુસેન મેમણ દ્વારા આચારવામાં આવેલ ડુપ્લીકેટ તેલ સ્ટીકર મારી વેચાણ પ્રકરણ ની બાબત લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છૅ તો બીજી તરફ દુકાન માં રહેલ અન્ય સામગ્રી ઑ મામલે પણ હવે લોકો શંકાઓ વ્યક્ત કરી રહ્યા છૅ,

અત્રે ઉલ્લેખનીય છૅ કે હુસેન મેમણ દ્વારા આ સમગ્ર કૌભાંડ ક્યાર થી આચારવામાં આવતું હતું. તેમજ તેની સાથે આ પ્રકરણ માં કોણ કોણ સામીલ છૅ, અને તિરૂપતિ જેવી બ્રાન્ડ ના લેબલ અને ડબ્બા રહેલું તેલ તેને કોણ પહોંચાડતું હતું, સાથે વેચાણ કરેલ સામાન્ નું શું પાક્કું જીએસટી વારુ બિલ આ હુસેન નામક ભેજા બાજ લોકોને આપતો હતો કે કેમ તેવી અનેક બાબતો શંકા ના ડાયરામાં આવી છૅ, તેવામાં પોલીસે તપાસ ની લીટી લાંબાવવી જરૂરી બની હોવાનું પણ જાગૃત નાગરિકો માં ચર્ચાઈ રહ્યું છૅ,

-ભરૂચ પશ્ચિમ વિસ્તાર માં ગુમાસ્તર ધારા ના પરવાના વિના બિલાડી ની ટોપ ની જેમ અનેક દુકાનો ધમ ધમતી હોવાની ચર્ચાઓ એ પણ જોર પકડ્યું છૅ, તેવામાં આ કરિયાણા દુકાન ના સંચાલક પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે અન્ય કોઇ સરકારી વિભાગ નો પરવાનો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ થવી અત્યંત જરૂરી બની છૅ,

-ચિકન શોપ, ચાઈનીઝ કોર્નર, સલૂન, સહિત ની મોટા ભાગ ની દુકાનો પરવાના વગર ધમ ધમતી હોવાની ચર્ચાઓ પણ જામી છૅ,ત્યારે પાલિકા સહિત ઊંઘતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ વિસ્તાર માં સર્વે કરી આ પ્રકાર ની બિન્દાસ અને બેફામ બની ગ્રાહકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં અને વિશ્વાશ ઘાટ કરતા નમૂનાઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવી જરૂરી બની છૅ,


Share

Related posts

નર્મદાને કોરોના મુકત કરવા માટે રાજપીપલા ખાતે શ્રી વૈધનાથ મહાદેવ મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ ના હજીખાના બજાર વિસ્તાર માં એક મકાન ની દિવાલ ધરાશય થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..

ProudOfGujarat

ગાંધીનગર : દારૂના નશામાં ખતમ થઇ ત્રણ જીંદગીઓ: તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!