ગુજરાત પ્રદેશ NSUI ઉપ પ્રમુખ યોગી પટેલે તમામ સભ્ય પદે થી રાજીનામુ ધર્યું
ગુજરાત માં લોકસભા ચૂંટણી નો માહોલ બરાબર નો જામ્યો છૅ, તે બધા વચ્ચે નેતાઓની નારાજગીઓ અને પક્ષ પલટો કરવાની રાજકીય મૌસમ પણ પૂર જોશમાં જોવા મળી રહી છૅ, એક પક્ષ માંથી બીજા પક્ષ માં જવાની તક રાજકીય માહોલ વચ્ચે નેતાઓ છોડતાં નથી, તે બધા વચ્ચે આજે ગુજરાત NSUI ના ઉપ પ્રમુખ તેમજ કોંગ્રેસ ના સભ્ય એવા યોગી પટેલે તેઓના તમામ સભ્ય પદે થી રાજીનામુ ધરી દેતા કોંગ્રેસ નું આંતરિક રાજકારણ ગરમાયું છૅ,
ભરૂચ ના વતની અને યુવા નેતા ની છાપ ધરાવતા યોગી પટેલે આજે સવારે એક પત્ર થકી પોતે સ્વૈચ્છિક રીતે NSUI અને કોંગ્રેસ પક્ષ ના સભ્ય પદે થી રાજીનામુ આપવા અંગેની જાહેરાત કરી હતી, સાથે સાથે અત્યાર સુધી તેઓની પક્ષ અને સાથી મિત્રો તરફ થી મળેલા સહકાર ને લઈ આભાર પણ વ્યક્ત કર્યો હતો,
આમ યુવા નેતાઓ પોતાની નારાજગી અને પક્ષ માં થતી અવગણા ને હવે જાહેર માં ખુલી વિરોધ નોંધાવી પોતે પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છૅ, ત્યારે ચૂંટણી ની મૌસમ વચ્ચે અવનવા રાજકીય દાવ પેચ પણ રાજકીય પાર્ટીઓ માં રંધાતી અંદર અંદર ની રાજકીય ખીચડી બાદ થી ખુલી ને સામે આવી રહ્યા છૅ,